Home /News /national-international /અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા જો બાઇડન, કહ્યું - હજુ ઘણા ઘાવ ભરવાના છે

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા જો બાઇડન, કહ્યું - હજુ ઘણા ઘાવ ભરવાના છે

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા જો બાઇડન, કહ્યું - હજુ ઘણા ઘાવ ભરવાના છે

કમલા હેરિસે દેશના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે પ્રથમ ભારત ભારતવંશી છે જે અમેરિકાના બીજા સૌથી તાકાતવર પદ પર જોવા મળશે

વોશિંગ્ટન : જો બાઈડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ લીધા છે. બાઇડન સાથે કમલા હેરિસે દેશના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે પ્રથમ ભારત ભારતવંશી છે જે અમેરિકાના બીજા સૌથી તાકાતવર પદ પર જોવા મળશે. બાઇડનના શપથગ્રહણ સમારોહમાં પહેલાની પરંપરા તોડતા ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા ન હતા. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડીને ફ્લોરિડા ચાલ્યા ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું કે આજનો દિવસ લોકતંત્રનો દિવસ છે. આ મહાન રાષ્ટ્ર છે અને આપણે મહાન લોકો છીએ. શાંતિ અને યુદ્ધની સાથે આપણે ઘણા આગળ આવ્યા છીએ. એક વાયરસે અમેરિકાના એટલા લોકોનો જીવ લીધા છે જેટલા જીવ વિશ્વયુદ્ધમાં પણ ગયા ન હતા. કોરોના વાયરસના કારણે અમેરિકામાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. હજુ ઘણા ઘાવ ભરવાના છે.

આ પણ વાંચો - સરકારે કૃષિ કાનૂનોને નિલંબિત કરવાનો આપ્યો પ્રસ્તાવ, 22 જાન્યુઆરીએ ખેડૂતો આપશે જવાબ

બાઇડને કહ્યું કે હું બધા અમેરિકનોને આહ્વાન કરું છું કે તે અમેરિકાને એક કરવાનું કામ કરે. આપણો ઇતિહાસ સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. દરેક સંઘર્ષમાં આપણે એકસાથે બહાર આવ્યા છીએ તે ગ્રેટ ડિપ્રેશન હોય કે 9/11. દેશને એકતાની સૌથી વધારે જરૂર છે. એકતા વગર શાંતિ હોઈ શકે નહીં. મારો વિશ્વાસ છે કે અમેરિકા આજના અમેરિકાથી ઘણું શાનદાર બની શકે છે.

માનવામાં આવે છે કે બાઇડન રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ઘણા નિર્ણયો તાત્કાલિક બદલી નાખશે. આમ તે પોતાના પ્રચાર ભાષણો દરમિયાન પણ કહેતા રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે પ્રથમ દિવેસે જ ટ્રમ્પ (Donald Trump)પ્રશાસન દ્વારા મુસ્લિમ મેજોરિટી વાળા દેશો પર લગાવેલા ટ્રાવેલ પ્રતિબંધને ખતમ કરી શકે છે. આ સિવાય અમેરિકા-મેક્સિકો વચ્ચે બોર્ડર વોલ કંસ્ટ્રક્શને બંધ કરવાનો ઓર્ડર પણ બાઇડન પ્રશાસન દ્વારા આપવામાં આવી શકે છે.

સાથે ટ્રમ્પ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી હટવાના નિર્ણયને પણ બાઇડન તરત બદલી નાખશે. ટ્રમ્પે મે 2020માં WHOમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી.
First published:

Tags: Joe biden, Kamala Harris, US president