અમેરિકાના એક નેશનલ હાઈવે પર લોકો તે સમયે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેમણે એક બખ્તરબંધ ટ્રકમાંથી પૈસા ઉડતા જોયા. ડબલ્યૂએસબી રેડિયો અનુસાર, રોડ પર અમેરિકન ડોલર ઉડતા જોઈ વાહનોની લાંબી કતાર લાગી ગઈ. રોકડના વરસાદે એક ડઝનથી વધારે ડ્રાઈવરોને એશફોર્ડ-ડુનવુડ રોડ પાસે ખેંચાવા મજબૂર કરી દીધા.
આ ઘટના એટલાન્ટાના સૌથી વ્યસ્ત માનવામાં આવતા રાજમાર્ગની છે. અહીં રસ્તાના કિનારે એક ટ્રકના દરવાજાને લોકોએ ખખડાવ્યો તો, તેમાંથી અચાનક અમેરિકન ડોલર ઉડવા લાગ્યા. લોકો પોતાની ગાડીઓ રોકી ડોલર ઉઠાવવા લાગી ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં લોકો પોતાની કાર રોકી અને રસ્તાના કિનારા પર નોટ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.
ટ્રકમાંથી 68 લાખ રૂપિયા ગાયબ
જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો નોટ ઉઠાવનારા લોકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા. જોકે, કેટલાક લોકો પૈસા લૂંટવાનું ચુકી પણ ગયા. ડુનવુડના પોલીસ અધિકારી એસજીટી રોબર્ટ પાર્સન્સે રેડિયો સ્ટેશનને જણાવ્યું કે, રસ્તા પરથી પૈસા ઉઠાવવા પણ ગુનો છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, ટ્રકમાંથી કેટલા રૂપિયા ગાયબ છે, પરંતુ અનુમાન છે કે, લગભગ $ 100,000, એટલે કે, 68 લાખ રૂપિયા ગાયબ છે.
જોકે, કેટલાક લોકો પૈસા પાછા આપવા માટે આગળ આવ્યા છે. પરંતુ, આના કારણે નેટિજન્સમાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું આ લોકો પૈસા લેવા માટે રોકાઈ ગયા હશે? લોકો તેને લઈ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા કરી રહ્યા છે.