Covid કેસ ઘટ્યા બાદ અમેરિકાએ ભારત માટે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી

અમેરિકાએ ભારત પ્રવાસને લેવલ-4માંથી સુધારીને લેવલ-3માં કરી દીધો; કેનેડા-ભારત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ પર 21 ઓગસ્ટ સુધી બ્રેક

અમેરિકાએ ભારત પ્રવાસને લેવલ-4માંથી સુધારીને લેવલ-3માં કરી દીધો; કેનેડા-ભારત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ પર 21 ઓગસ્ટ સુધી બ્રેક

  • Share this:
    વોશિંગટન. કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઘટવાની સાથે અમેરિકા (USA)એ પોતાના નાગરિકો માટે ભારત પ્રવાસ (India Travel Advisory) સાથે જોડાયેલી નવી એડવાઇઝરી જાહેર કરી છે. તે મુજબ, ભારત પ્રવાસને સૌથી ઉપરના લેવલ 4થી હટાવીને 3માં રાખવામાં આવ્યો છે. લેવલ-4માં ભારતનો પ્રવાસ કરવાની મંજૂરી નહોતી, જ્યારે લેવલ-3માં નાગરિકોને જરુરી હોવા પર જ ભારત પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે. લેવલ-4નો અર્થ છે કે બિલકુલ પ્રવાસ ન કરવો જોઈએ અને લેવલ-3માં નાગરિકોથી પોતાના પ્રવાસ પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કરવામાં આવે છે.

    અમેરિકાએ પાકિસ્તાન માટે પણ ટ્રાવેલ એડવાઇઝરી (Pakistan Travel Advisory)માં સુધાર કરી તેને લેવલ-4થી લેવલ-3 કરી છે. ક્ષેત્રમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીની સ્થિતિ પર વિચાર કર્યા બાદ મંત્રાલયે સોમવારે ભારત અને પાકિસ્તાની ટ્રાવેલ એડવાઇઝરીમાં સંશોધન કર્યું.

    કેનેડા- ભારત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ પર 21 ઓગસ્ટ સુધી બ્રેક

    કેનેડાની સરકારે ભારત સાથે ડાયરેક્ટ ફ્લાઇટ પર પ્રતિબંધને 30 દિવસ માટે લંબાવી દીધી છે. આ પ્રતિબંધ 21 જુલાઈએ ખતમ થવાનો હતો, પરંતુ હજુ તે 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોવિડ-19 મહામારીની બીજી લહેર અને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના વધતા સંક્રમણને કારણે કેનેડાએ પહેલીવાર 22 એપ્રિલે પ્રતિબંધ મૂક્યા બાદથી આ ચોથી વાર છે જ્યારે પ્રતિબંધોને લંબાવવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, Explained: કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી, ભૂલથી પણ ન કરશો આ ભૂલોનું પુનરાવર્તન


    નોંધનીય છે કે, સોમવારે દુનિયામાં 4 લાખ 18 હજાર 268 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન 3 લાખ 79 હજાર 944 લોકોએ મહામારીને મ્હાત આપી અને 6639 લોકોના સંક્રમણના કારણે મોત પણ થયા છે.

    દુનિયામાં અત્યાર સુધીમાં 19.16 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 41.12 લાખ લોકોનાં મોત થયા છે, જ્યારે 17.45 કરોડથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ 1.30 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. તેમાંથી 1.29 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે અને 80,930 લોકોની સ્થિતિ ગંભીર બનેલી છે.

    આ પણ વાંચો, COVID-19 in India: દેશમાં 125 દિવસ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 30,093 લોકો થયા સંક્રમિત

    ભારતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,093 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 374 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,11,74,322 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 41,18,46,401 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 52.67 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: