Home /News /national-international /ડ્રેગનથી ડર્યું અમેરિકા! ચીનના જાસૂસી બલૂનને નીચે પાડતા બાયડેનના હાથ કેમ થરથર્યા, કારણ કંઈક આવુ છે, જાણો..
ડ્રેગનથી ડર્યું અમેરિકા! ચીનના જાસૂસી બલૂનને નીચે પાડતા બાયડેનના હાથ કેમ થરથર્યા, કારણ કંઈક આવુ છે, જાણો..
ઉત્તરી મોન્ટાનાના આકાશમાં ચીનનો બલૂન ઉડી રહ્યો હતો, જેની પાછળ અમેરિકન વાયુસેનાના વિમાન પણ પડ્યા હતા. (ફોટો ક્રેડિટ- એપી)
Chinese Spy Balloon: સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને રાષ્ટ્રપતિ જો બિડેનને સલાહ આપી હતી કે કાટમાળ પડવાના સંભવિત જોખમને કારણે બલૂનને નીચે ઉતારવો જોઈએ નહીં. જોકે, એક સમયે અધિકારીઓ તેને નીચે લાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ બાદમાં તેના કદનું મૂલ્યાંકન કરતાં, તેઓએ તારણ કાઢ્યું કે, તે જમીનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
વોશિંગ્ટન : અમેરિકાના પશ્ચિમી રાજ્ય (Montana)ની ઉપરથી એક શંકાસ્પદ (Chiness spy Baloon) ઉડતા હોવાની જાણ થતાં જ બંને શક્તિશાળી દેશો વચ્ચે હાલ તણાવની સ્થિતિ છે. અમેરિકી વિદેશ મંત્રીની રદ થયેલી મુલાકાત વચ્ચે લેટિન અમેરિકામાં વધુ એક ચાઈનીઝ સર્વેલન્સ બલૂન પણ મળી આવ્યો છે. તે જ સમયે, સર્વેલન્સ બલૂનને પાડી દેવા માટે, અમેરિકન નિષ્ણાતોએ ઘણી રસપ્રદ બાબતો શેર કરી છે. ન્યૂઝ એજન્સી AFPના રિપોર્ટ અનુસાર, અમેરિકા માટે અત્યાધુનિક ચીની બલૂનને નીચે લાવવું ઘણું મુશ્કેલ કામ હતું.
USના એક નિષ્ણાતે શુક્રવારે જણાવ્યું હતું કે, પેન્ટાગોને (Pentagon) પ્રથમ ચાઈનીઝ સર્વેલન્સ બલૂન જે અમેરિકાની સંવેદનશીલ બેલિસ્ટિક મિસાઈલ (US Ballistic Missiles) સાઇટ્સ પર ઉડતું જોવા મળ્યું હતું. જેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વોશિંગ્ટનમાં મેરેથોન ઇનિશિયેટિવ થિંક ટેન્કમાં સર્વેલન્સ બલૂન્સના નિષ્ણાત વિલિયમ કિમે AFPને જણાવ્યું હતું કે, બલુન એ જાસૂસી માટેનો એક ઉત્તમ વિકલ્પ છે જેને નીચે લાવવા મુશ્કેલ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે આવી જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા 'ઉપગ્રહો'ને પૃથ્વી અને અવકાશમાંથી હુમલો કરીને નષ્ટ કરી શકાય છે, ફુગ્ગાથી આવું કરવું મુશ્કેલ છે. તેમજ તેઓ રડાર પર સરળતાથી દેખાતા નથી.
આ અગાઉ, સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને રાષ્ટ્રપતિ જો બિડેનને સલાહ આપી હતી કે કાટમાળ પડવાના સંભવિત જોખમને કારણે બલૂનને નીચે ઉતારવો જોઈએ નહીં. જોકે, એક સમયે અધિકારીઓ તેને નીચે લાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ પાછળથી તેના કદનું મૂલ્યાંકન કરતાં, તેઓએ તારણ કાઢ્યું કે તે જમીનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર