અમેરિકામાં ભારતીય યુવકે વૃદ્ધ માતાને સળીયાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી

પ્રતિકાત્મક તસવીર

પુત્રએ તેના પર વારંવાર સળીયાથી હુમલો ચાલુ રાખ્યો. જેમાં પીડિતા વૃદ્ધ મહિલા બેભાન થઈ ગઈ અને બાદમાં તેનું મોત નિપજ્યું.

 • Share this:
  ન્યુયોર્ક : ભારતીય મૂળના એક વ્યક્તિ (Indian Origin Man) એ ન્યૂયોર્ક (New York)માં પોતાના ઘરે તેની 65 વર્ષની માતા પર જાતિય હુમલો અને તેની હત્યા કરવાનો આરોપ લાગ્યો. અહેવાલો અનુસાર, 28 વર્ષીય પુષ્કર શર્માએ શનિવારે સવારે બેલ્લેરોસ મનોરના જમૈકા સ્થિત પોતાના ઘર પર સરોજ શર્મા પર હુમલો કર્યો. એવો આરોપ છે કે, તેણે તેની માતાનું ગળું દબાવ્યું હતું અને અનેક સળિયા માર્યા હતા.

  ન્યુયોર્ક પોસ્ટે અધિકારીઓના હવાલેથી જણાવ્યું છે કે, માતાની જાતીય સતામણી બાદ પુત્રએ તેના પર વારંવાર સળીયાથી હુમલો ચાલુ રાખ્યો. જેમાં પીડિતા વૃદ્ધ મહિલા બેભાન થઈ ગઈ અને બાદમાં તેનું મોત નિપજ્યું. પુષ્કર શર્માએ પોલીસને કહ્યું, 'તેણે ત્યાં સુધી માતાનું ગળુ દબાવ્યું કે, જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું.'

  આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

  આ ઘટના બાદ પુષ્કર શર્મા 105 પ્રેસિકન્ટ પહોંચ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, સરોજ શર્માની પુત્રીએ તેની માતાને મૃત હાલતમાં જોઇ હતી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. ક્વિન્સ ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કેટઝે રવિવારે જણાવ્યું હતું કે "મધર્સ ડે પર આરોપીઓએ ભયાનક, બર્બર ઘટનાને અંજામ આપ્યો હતો."

  આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

  શર્મા પર હત્યા અને જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. તેને જામીન મળશે નહીં અને આ કેસની સુનાવણી 24 મેના રોજ કોર્ટમાં થશે. પુષ્કર શર્માના પાડોશી કેલ્વિને જણાવ્યું હતું કે તેમને ખબર છે કે શર્મા કેટલાક દિવસથી માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો હતો, પરંતુ આવી ઘટના બનશે તે જાણીને તે ચોંકી ગયા છે.
  Published by:kiran mehta
  First published: