NASAની કાર્યકારી ચીફ તરીકે ભારતીય મૂળની ભવ્યા લાલની નિમણૂક, જાણો તેમનાં વિશે બધું જ

NASAની કાર્યકારી ચીફ તરીકે ભારતીય મૂળની ભવ્યા લાલની નિમણૂક, જાણો તેમનાં વિશે બધું જ
ભારતીય મૂળની ભવ્યા લાલની નાસાની કાર્યકારી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. (ફાઇલ તસવીર)

બાઇડન પ્રશાસનમાં વધુ એક ભારતવંશીની મહત્ત્વપૂર્ણ પદ પર નિયુક્તિ, ભવ્યા લાલના નામે છે અનેક સિદ્ધિઓ

  • Share this:
    વોશિંગટનઃ ભારતીય-અમેરિકન ભવ્યા લાલ (Bhavya Lal)ને સોમવારે નાસા (NASA) દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય છે અને બાઇડન પ્રશાસન (Biden Administration) અંતર્ગત એજન્સીમાં પરિવર્તન સંબંધી કાર્યોને જોઈ રહ્યાં છે.

    બાઇડન પ્રશાસનમાં વધુ એક ભારતવંશીની મહત્ત્વપૂર્ણ પદ પર નિયુક્તિ



    અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAએ એક નિવેદનમાં કહ્યું કે, ભવ્યા લાલની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજી વ્યાપક અનુભવ છે. ભવ્યા લાલ સ્પેસ ટેકનોલોજી અને નીતી સમુદાયની સભ્ય પણ છે. ભવ્યા લાલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં 2005થી 2020 સુધી રિસર્ચ સ્ટાફ તરીકે કામ કર્યું છે.

    આ પણ જુઓ, Photos: સિંઘૂ, ગાજીપુર અને ટિકરી બોર્ડર પર પોલીસની કિલ્લેબંધી, રસ્તા પર ખીલ્લા પાથર્યા, જુઓ તસવીરો

    અનેક મોટા પદો પર કામ કરી ચૂક્યાં છે ભવ્યા લાલ

    ભવ્યા લાલ સ્પેસ ટેક્નોલોજી અને પોલિસી કોમ્યુનિટીનાં એક્ટિવ સભ્ય છે. તેઓએ નેશનલ એકેડમી ઓફ સાયન્સની પેનલોની અધ્યક્ષ કે સહ અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ભવ્યા લાલ આ પહેલા વિજ્ઞાન અને ટેક્નોલોજી રિસર્ચ અને કન્સ્લટની ફર્મ C-STPS LLCના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

    આ પણ વાંચો, ધોળેદિવસે Cash Vanના ગાર્ડને માથામાં ગોળી મારી 45 લાખની લૂંટ, આવી રીતે બની સમગ્ર ઘટના

    સ્પેસ સેક્ટરમાં પણ ઘણું યોગદાન

    ભવ્યા લાલે સ્પેસ સેક્ટરમાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓ ઇન્ટરનેશનલ એકેડમી ઓફ એસ્ટ્રોનોટની સભ્ય રહી ચૂક્યાં છે. ભવ્યાએ પ્રતિષ્ઠિત Massachusetts Institute of Technologyથી વિજ્ઞાન અન ટેક્નોલોજી વિષયમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓએ પબ્લિક પોલિસીમાં વોશિંગટન યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કર્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 02, 2021, 10:31 IST

    ટૉપ ન્યૂઝ