જોડિયા બહેનોએ જોડિયા ભાઈઓને બનાવ્યા જીવનસાથી!

News18 Gujarati
Updated: August 7, 2018, 7:46 AM IST
જોડિયા બહેનોએ જોડિયા ભાઈઓને બનાવ્યા જીવનસાથી!
અમેરિકામાં બે જુડવા બહેનોએ બે જુડવા ભાઈઓ સાથે લગ્ન કર્યા

દિલચસ્પ વાત તે છે કે, જે પાદરીઓને તેમના લગ્ન કરાવ્યા તે પણ જુડવા જ હતા.

  • Share this:
બે જુડવા છોકરીઓને બે જુડવા છોકરાઓ સાથે લગ્ન કરવાની કેટલી સંભાવના હોય છે? જવાબ મળશે- ખુબ જ ઓછી. જો કે, અમેરિકાના ઓહિયોમાં આવું થયું છે. પીપલ મેગેજિનના સમાચાર અનુસાર, અહી ટ્વિન્સ ડેજ ફેસ્ટિવલમાં બે જુડવા બહેનોએ શનિવારે બે જુડવા ભાઈઓ સાથે લગ્ન કર્યાં.

દિલચસ્પ વાત તે છે કે, જે પાદરીઓને તેમના લગ્ન કરાવ્યા તે પણ જુડવા જ હતા. જોકે, આટલા બધા સંયોગ પછી પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે આ લગ્ન પ્રાયોજિત તો નહતા.

છોકરીઓના નામ બ્રિટની અને બ્રાયના અને છોકરાઓના નામ જોસ અને જેરેમી છે. આ ચારેય એક વર્ષ પહેલા ટ્વિન્સબર્ગ નામની એક જગ્યા પર મળ્યા હતા અને ત્યાંજ તેમના લગ્ન પણ થયા. બ્રાયનાએ પીપલ મેગેજિનને જણાવ્યું કે, બંને બહેનો જુડવા ભાઈઓ સાથે લગ્ન કરવા માંગતી હતી. અમને ખબર હતી કે, આવું થવાની સંભાવના ઘણી ઓછી છે કેમ કે, મને પણ મારા સ્વપ્નનો રાકુમાર જોઈતો હતો અને મારી બહેનને પણ.લગ્નમાં બંને વરરાજા અને કન્યાઓએ પણ કપડા એક જેવા જ પહેર્યા હતા. તેમની વેડિંગ સેરેમનીનું નામ પણ 'Twice Upon a Time' હતું. સોશિયલ મીડિયા પર જ્યારે આ સમાચાર આવ્યા તો થોડી જ વારમાં વાયરલ થઈ ગયા. કેટલાક લોકોએ ઘણી બધી ખુશી વ્યક્ત કરી. જ્યારે ઘણા એવા લોકો પણ હતા જેમને કહ્યું કે, સમાચારમાં ચમકવા માટે સમજી વિચારીને લગ્ન પ્લાન અનુસાર કરવામાં આવ્યા.
First published: August 6, 2018, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading