Home /News /national-international /ભાવૂક ક્ષણ: રોડ અકસ્માતમાં યાદશક્તિ જતી રહી, જ્યારે ભાન આવી તો 1993 સમજી પત્નીને ફરીથી પ્રપોઝ કર્યું
ભાવૂક ક્ષણ: રોડ અકસ્માતમાં યાદશક્તિ જતી રહી, જ્યારે ભાન આવી તો 1993 સમજી પત્નીને ફરીથી પ્રપોઝ કર્યું
અકસ્માત બાદ પતિની યાદ શક્તિ જતી રહેતા પત્ની ભાંગી પડી
જ્યારે એંડ્રયુને હોસ્પિટલમાં ભાન આવી તો, ક્રિસ્ટીને ઊંડો આઘાત લાગ્યો હતો. 58 વર્ષિય એંડ્રયૂની યાદ શક્તિ જતી રહી હતી. અને તે વિચાર્યું કે, તે હાલમાં 1993માં છે.
કોઈ મોટી દુર્ઘટના બાદ, માથામાં ઈજા થવી, યાદશક્તિ જતી રહેવી અને બાદમાં જૂનો યાદો અપાવીને દર્દીને સાજો કરવો, આવી બધી વાતો 1990ના દાયકાની ફિલ્મોમાં તમે મોટા ભાગે જોતા હશો. જો કે, ઘણી વાર રિયલ લાઈફમાં પણ આવા કિસ્સાઓ બનતા હોય છે. અમેરિકાના વર્જિનિયામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રોડ અકસ્માત બાદ એક શખ્સ બેભાન થઈ ગયો, જ્યારે ભાન આવી તો, તેની યાદશક્તિ જતી રહી. તે 29 વર્ષ પાછળ જતો રહ્યો. તેને લાગ્યું કે, તે 1993માં જીવી રહ્યો છે. તેથી તેણે ફરીથી પોતાની પત્નીને પ્રપોઝ કરી દીધું.
એબીસી 7 ન્યૂઝ અનુસાર, આ વર્ષે જૂનમાં ફાધર્સ ડે પર એન્ડ્ર્યુ અને ક્રિસ્ટી મેકેંજી એક પારિવારીક પાર્ટી બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એંડ્રયૂની બાઈક રોડ અકસ્માતનો શિકાર બની ગઈ. બાઈક એક કાર સાથે ટકરાઈ ગઈ. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી ભયંકર હતી કે, તે લગભગ 60 ફુટ દૂર જઈને પડ્યો. તુરંત બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેમને ઈમરજન્સી વોર્ડમાં ભરતી કરાવ્યા હતાં.
જ્યારે એંડ્રયુને હોસ્પિટલમાં ભાન આવી તો, ક્રિસ્ટીને ઊંડો આઘાત લાગ્યો હતો. 58 વર્ષિય એંડ્રયૂની યાદ શક્તિ જતી રહી હતી. અને તે વિચાર્યું કે, તે હાલમાં 1993માં છે. તેણે કહ્યું કે, તે મને જાણતો હતો, પણ મને લાગ્યું કે, તે ભટકેલો છે. તે દિવસ મારા જીવનનો સૌથી ડરામણો દિવસ હતો. મને કંઈ પણ સમજાતું નહોતું કે હવે હું શરુ કરીશ. કેવી રીતે તેની મેમોરી પાછી આવશે.
29 વર્ષોની યાદશક્તિ જતી રહી
તેમના લગ્નને 37 વર્ષ થઈ ગયા હતા અને તેઓ છેલ્લા 29 વર્ષોની યાદશક્તિ એકદમ જતી રહી હતી. તે તેમની દીકરીને પણ ઓળખી શકતો નહોતો. પણ ક્રિસ્ટીએ 17 વર્ષની ઉંમરમાં અટેક આવ્યો હતો, તેની માતાને સ્તન કેન્સર હતું અને એંડ્ર્યૂએ 2016માં પ્રોસ્ટેટ કેન્સર સામે લડાઈ લડી હતી. જો કે, આ દુર્ઘટના ક્રિસ્ટી માટે સૌથી ખરાબ હતી.
આવી રીતે પાછી આવી યાદશક્તિ
એંડ્રયૂને આઈસીયૂથી ટ્રાંસફર કર્યા બાદ ક્રિસ્ટીએ હોસ્પિટલથી તેને પાછા રુમમાં રાખવા માટે કહ્યું. તેણે કહ્યું, હું બસ તેની પાસે રહેવા માગતી હતી. અમારી પાસે એક ડૂ નોટ ડિસ્ટર્બ સાઈન પણ હતી, જે એક નર્સે બનાવી હતી. ધીમે ધીમે તેમની યાદશક્તિ પાછી આવવા લાગી. હોસ્પિટલમાં 11 દિવસ વિતાવ્યા બાદ આખરે 10 જૂલાઈએ ઘરે જવાની મંજૂરી આપી.
બાદમાં કર્યો પ્રપોઝ
ઓગસ્ટમાં, ઉત્તરી કેરોલિનના પારિવારીક સમુદ્ર તટ પર મુસાફરી કરવા ગયા, જ્યાં બંને પહેલી વાર વ્હીલચેર અથવા વોકરનો ઉપયોગ કર્યા વિના ચાલવા સક્ષમ હતા. એંડ્રયૂએ આ સમયનો ફાયદો ઉઠાવ્યો અને બીચ પર ફરવા માટે પોતાના ઘૂંટણનો ઉપયોગ કર્યો અને બીજી વાર ક્રિસ્ટીને પ્રપોઝ કર્યું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર