USથી રાહતના સમાચાર: આ દવાથી સાજા થવા લાગ્યા દર્દીઓ, મળી મોટી સફળતા!

USથી રાહતના સમાચાર: આ દવાથી સાજા થવા લાગ્યા દર્દીઓ, મળી મોટી સફળતા!
સીબીઆઇ મુજબ જ્યાં એક તરફ દુનિયા આખી કોરોના મહામારીથી લડી રહી છે. ત્યાં જ બીજી તરફ માદક પદાર્થોના આંતરાષ્ટ્રીય તસ્કર આ મહામારીનો ફાયદો ઉઠાવીને દુનિાયભરમાં પોતાનો નશાનો આ કાળો કારોબાર પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

કંપનીનું કહેવું છે કે, તેણે એક એવી દવા બનાવી છે, જેની અસર કોરોના વાયરસના દર્દીઓ પર દેખાવા લાગી છે.

  • Share this:
    વોશિંગ્ટન : છેલ્લા ચાર મહિનાથી કોરોના વાયર(Coronavirus)સે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કેટલાએ દેશના વૈજ્ઞાનિકો તેની માટે દવા તૈયાર કરવા સતત રિસર્ચ કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકન કંપની જીલીડ સાયન્સે મોટી જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, તેણે એક એવી દવા બનાવી છે, જેની અસર કોરોના વાયરસના દર્દીઓ પર દેખાવા લાગી છે.

    મોટી સફળતા!



    ન્યૂ ઈન્ગલેન્ડ જનરલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત આ રિપોર્ટ અનુસાર, જીલીડ સાયન્સની આ દવાનું ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવ્યું. આ હેઠળ એવા 53 દર્દીઓને પસંદ કરવામાં આવ્યા જે કોરોના વાયરસને લઈ ગંભીર રીતે બિમાર હતા. આ દવા આપતા જ અડધા દર્દીઓને વેન્ટીલેટરમાંથી હટાવી લેવામાં આવ્યા. જ્યારે 47 ટકા દર્દીઓને બાદમાં હોસ્પિટલમાંથી સજા મળી ગઈ. આ ટ્રાયલ હેઠળ દવાનો ડોઝ અલગ-અલગ દેશોના દર્દીઓને આપવામાં આવ્યો, જેમાં અમેરિકા, યૂરોપ, કેનેડા અને જાપાનની દર્દીઓ સામેલ છે.

    મંજિલ હજુ દૂર છે...

    એવામાં આ દવાથી દુનિયાભરમાં એક આશા જાગી છે. જોકે, કંપનીનું કહેવું છે કે, હજુ થોડુ સંશોધન બાકી છે એટલે કે 100 ટકા ન કહી શકાય કે, આ દવાથી કોરોનાના દર્દીઓ સાજા થઈ જ જશે. ઉલ્લેખનીય છે કે, સાયન્સની ભાષામાં આને કન્ટ્રોલ તરીકે હજુ અજમાવવામાં નથી આવી. એટલે એ ખબર ન પડી શકે કે, જો આ દર્દીઓને આ દવા ના આપવામાં આવી હોત તો શું તે સાજા થઈ શક્યા હોત કે નહી. હાલમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, હજુ કઈ કહી ન શકાય પરંતુ આશા જરૂર જાગી છે.

    હજુ વધુ ટ્રાયલ થશે

    આ બધા વચ્ચે અમેરિકન કંપનીએ કહ્યું કે, તે અન્ય જગ્યાઓ પર હજુ દવાનું ટ્રાયલ કરી રહી છે. અને મે મહિના સુધીમાં હજુ સારા પરિણામ સામે આવી શકે છે. તમને જણાવી દઈએ કે, દુનિયાના કેટલાક દેશોમાં હાલમાં અલગ-અલગ ડ્રગ્સ પર શોધ કરવામાં આવી રહ્યા છે, જેમાં મલેરિયાની દવા પણ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મેલેરિયાની દવા દુનિયાભરમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:April 11, 2020, 15:22 pm

    टॉप स्टोरीज