Home /News /national-international /Florida Bar Shooting: અમેરિકાના ફ્લોરિડામાં સામાન્ય બોલાચાલીમાં ગોળીઓ છુટી, 1 શખ્સનું મોત, 6 જણાં ઘાયલ
Florida Bar Shooting: અમેરિકાના ફ્લોરિડામાં સામાન્ય બોલાચાલીમાં ગોળીઓ છુટી, 1 શખ્સનું મોત, 6 જણાં ઘાયલ
અમેરિકામાં ગન કલ્ચરે દાટ વાળ્યો (twitter)
અમેરિકાના મેક્સિકો બાદ હવે ફ્લોરિડાના ટામ્પા શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક પછી એક શહેરમાં લગભગ દરરોજ થનારી ફાયરિંગની ઘટનાથી ડરનો માહોલ ફેલાયેલો છે.
ફ્લોરિડા: અમેરિકાના મેક્સિકો બાદ હવે ફ્લોરિડાના ટામ્પા શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક પછી એક શહેરમાં લગભગ દરરોજ થનારી ફાયરિંગની ઘટનાથી ડરનો માહોલ ફેલાયેલો છે. રવિવારે વહેલી સવારે થયેલા ફાયરિંગમાં 1 શખ્સનું મોત પણ થઈ ગયું હતું અને 6 લોકો ઘાયલ થઈ ગયા હતા.
ટમ્પા પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ફાયરિંગ રવિવારે સવારે લગભગ ત્રણ કલાકે નોર્થ ફ્રેંકલિન સ્ટ્રીટમાં આવેલા એલઆઈટી સિગાર અને માર્ટિની લાઉંજની બહાર થઈ હતી. કહેવાય છે કે, ક્લબની અંદર ચર્ચા કરી રહેલા બે ગ્રુપની વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિએ ગોળી ચલાવાની શરુ કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં એક શખ્સનું મોત થઈ ગયું હતું. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે, આ મામલે રવિવાર બપોર સુધી કોઈની ધરપકડ થઈ નહોતી.
કહેવાય છે કે, એક શખ્સનું મોત થયું છે, તે કેલિફોર્નિયાનો રહેવાસી હતો અને તે એક લગ્નપ્રસંગમાં ટમ્પા જઈ રહ્યો હતો. આ ઉપરાંત અન્ય છ ઘાયલોમાં ચાર પુરુષ અને બે મહિલા સામેલ છે. જેમને એરિયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ થોડા દિવસ પહેલા અમેરિકાના મેકિસ્કોના સૈન મિગુએલ ટોટોલાપન શહેરમાં અંધાધૂંધ ગોળીઓ છૂટી હતી. આ ફાયરિંગમાં લગભગ 18 લોકોના મોત થઈ ગયા હતા. જેમાં શહેરના મેયર પણ સામેલ હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર