ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરીના પુસ્તકમાં મોટો ખુલાસોઃ પિતાના ત્રાસથી ડરતા હતા રાષ્ટ્રપ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરીના પુસ્તકમાં મોટો ખુલાસોઃ પિતાના ત્રાસથી ડરતા હતા રાષ્ટ્રપ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેરી ટ્રમ્પની ફાઇલ તસવીર

આજે ડોનાલ્ડ ટ્રમ્પ ઘણે અંશે એવા જ છે જેવા તેઓ ત્રણ વર્ષની ઉંમરે હતાઃ મેરી ટ્રમ્પ

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકા (America)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) અનેકવાર વિવાદોમાં સપડાતા રહે છે. આ વર્ષ તેમના માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણી પણ યોજાવાની છે. આ સમયે તેમના જૂના વિવાદો ફરી માથું ઊચકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જૉન બોલ્ટન બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પ (Mary Trump)ના પુસ્તકે હોબાળો મચાવી દીધો છે. આ પુસ્તકમાં મેરીએ ટ્રમ્પના બાળપણ સાથે જોડાયેલા એવા ખુલાસા કર્યા છે જેને જાણીને લોકોના હોશ ઊડી ગયા છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે 28 જુલાઈએ રિલીઝ થનારા પુસ્તકને હવે 14 જુલાઈએ રિલીઝ કરી દેવામાં આવશે. પબ્લિશર્સનું કહેવું છે કે ખૂબ વધુ ડિમાન્ડ અને લોકોની ઉત્સુક્તાના કારણે આ પુસ્તક બેસ્ટ સેલરની યાદીમાં પહેલા નંબરે આવી ચૂકી છે.

  પોતાના પુસ્તકમાં મેરી ટ્રમ્પે જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પિતા ફ્રેડી ટ્રમ્પ સીનિયર ત્રાસ આપતા હતા. ડોનાલ્ડના મોટા ભાઈ ફ્રેડ જૂનિયરની દીકરી મેરી ટ્રમ્પે દાવો કર્યો છે કે ટ્રમ્પના પિતા સીનિયરને પ્રેમનો અર્થ ખબર જ નહોતો, તેઓ માત્ર આજ્ઞાનું પાલન થાય તે જ ઈચ્છતા હતા જે ડોનાલ્ડને પરાણે કરવું પડતું હતું. મેરીએ આ વાત પોતાના પુસ્તક Too Much and Never Enough: How My Family Created the World's Most Dangerous Manમાં લખી છે.  જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની માતા બીમાર થયા હતા ત્યારે તેઓ માત્ર બે વર્ષના હતા અને તેમનો ઉછેર પિતા કરતા હતા જે તેમને હંમેશા ખરાબ સપના સમાન હતું. તેઓ કામમાં લાગેલા રહેતા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ પર ધ્યાન નહોતા આપતા. તેમને લાગતું હતું કે બાળકોનો ઉછેર તેમની જવાબદારી નથી અને તેઓ સપ્તાહમાં 6 દિવસ 12-12 કલાક સુધી ટ્રમ્પ મેનેજમેન્ટમાં કામ કરતા હતા. તેની ઊંડી અસર ડોનાલ્ડ ટ્રમ્પના જીવન પર પડી. તેમાન પિતા પાસેથી પ્રેમ અને અટેન્શન મેળવવાથી તેમને ડર લાગતો હતો.

  આ પણ વાંચો, મરતાં પહેલા સિપાહીએ હાથ પર લખ્યો કારનો નંબર, હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

  મેરી ટ્રમ્પના પુસ્તકના બેક કવર પર લખ્યું છે કે, આજે ડોનાલ્ડ ટ્રમ્પ ઘણે અંશે એવા જ છે જેવા તેઓ ત્રણ વર્ષની ઉંમરે હતા. આગળ વધવું, કે સારું થવું, ભાવનાઓ પર કાબૂ રાખવો, પ્રતિક્રિયાને રેગ્યુલેટ કરવી કે જાણકારીને લઈ તેને વધારવી તેમને નથી આવડતી. સાઇમન એન્ડ શૂસ્ટરે બેક કવર રિલીઝ કર્યું અને જાહેરાત કરી કે તેઓ મેરીના પુસ્તકને બે સપ્તાહ પહેલા રિલીઝ કરશે.

  મેરીના પુસ્તક મુજબ, ટ્રમ્પ પરિવારમાં ભૂલોની જવાબદારી લેવાનું નહીં પરંતુ ચીટિંગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. મેરીએ એમ પણ આરોપ લગાવ્યો કે ટ્રમ્પ પરિવારે ફ્રેડ સીનિયરની માનસિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેમને અને તેમના ભાઈ ફ્રેડ ટ્રમ્પ IIIને વિલમાંગી બહાર કરી દીધા. ઉલ્લેખનીય છે કે, મેરી અને ફ્રેડના પિતા ફ્રેડ જૂનિયરનું 1981માં દારૂની લતના કારણે મોત થયું હતું.  આ પણ વાંચો, અમેરિકાની જાહેરાતઃ ચીન સાથે યુદ્ધ થશે તો ભારતનો સાથ આપશે US Military

  જોકે, તેને લઈને ટ્રમ્પ પરિવાર અને વ્યવસાયે સાઇકૉલોજિસ્ટ મેરીની વચ્ચે કાયદાકિય યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. તેને લઈને ગુરુવારે ન્યૂયોર્ક સિટીના ડચેજ કાઉન્ટીમાં સુનાવણી પણ થવાની છે. મૂળે, મેરીએ 20 વર્ષ પહેલા એક નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પ પરિવારનો દાવો છે કે તે કરાર મુજબ આ પુસ્તક ન લખી શકાય.
  Published by:Mrunal Bhojak
  First published:July 08, 2020, 10:38 am