Home /News /national-international /

America Firing : અમેરિકાની ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ, 6 લોકોના મોત, 57 ઇજાગ્રસ્ત

America Firing : અમેરિકાની ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ, 6 લોકોના મોત, 57 ઇજાગ્રસ્ત

અમેરીકા પરેડમાં ફાયરીંગ

America Firing : હુમલાખોરે હાઇલેન્ડ પાર્ક, ડાઉનટાઉન, ઇલિનોઇસમાં ગોળીબાર કર્યો હતો. ગોળીબારના કારણે પરેડમાં અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે

    America Firing : અમેરિકાથી ફરી એકવાર ગોળીબારના સમાચાર છે. અમેરિકાના શહેર ઇલિનોઇસ (illinois) ના હાઇલેન્ડ પાર્કમાં 4ઠ્ઠી જુલાઇની પરેડ (parade) માં ભાગ લઇ રહેલા લોકો પર એક શૂટરે ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 57લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ પરેડનું આયોજન કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર શૂટરે ટેરેસ પરથી ગોળીબાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ ફાયરિંગમાં ઘણા લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. શૂટર છૂટક દુકાનની છત પર ચઢી ગયો અને ત્યાંથી ગોળીબાર શરૂ કર્યો. આ ઘટનામાં અનેક જાનહાનિના અહેવાલ છે.

    લેક કાઉન્ટી શેરિફે માહિતી આપી હતી

    હુમલાખોરે હાઇલેન્ડ પાર્ક, ડાઉનટાઉન, ઇલિનોઇસમાં ગોળીબાર કર્યો હતો. ગોળીબારના કારણે પરેડમાં અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જો કે આ અંગે વધુ માહિતી સામે આવી નથી. લેક કાઉન્ટી શેરિફે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, અમે ઘટના સ્થળે હાઈલેન્ડ પાર્ક પોલીસને મદદ કરી રહ્યા છીએ. શેરિફે લોકોને પોલીસને તેમનું કામ કરવા દેવાની અપીલ કરી છે.

    આ પણ વાંચો - PM Modi Digital india Week 2022 : પીએમ મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નું ઉદ્ધાટન કર્યું

    લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા વિનંતી

    લેક કાઉન્ટી શેરિફે લોકોને વિનંતી કરી છે કે, તેઓ ઘટનાના વિસ્તારથી દૂર રહેવાનો પ્રયાસ કરે. અમેરિકન મીડિયા અનુસાર, પરેડ શરૂ થતાં જ તેના 10 મિનિટ બાદ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. લોકોએ શૂટરને પણ જોયો હતો. ઇલિનોઇસ એ યુએસની મધ્યમાં આવેલું રાજ્ય છે. શિકાગો તેની રાજધાની છે. જ્યાં આ ઘટના બની તે સ્થળ શિકાગોનું ઉત્તરી ઉપનગર છે. લોકો અહીં સ્વતંત્રતા દિવસની પરેડમાં ભાગ લેવા આવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Firing, Latest firing news, United states of america, USA

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन