Russia-Ukraine War: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુક્રેન (America Help Ukraine)ને રશિયાના "ક્રૂર અને બિનઉશ્કેરણી વિનાના હુમલા" સામે લડવા માટે 350 મિલિયન ડોલર (રૂ. 26 બિલિયનથી વધુ)ના લશ્કરી સાધનો પૂરા પાડી રહ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુક્રેન (America Help Ukraine)ને રશિયાના "ક્રૂર અને બિનઉશ્કેરણી વિનાના હુમલા" સામે લડવા માટે 350 મિલિયન ડોલર (રૂ. 26 બિલિયનથી વધુ)ના લશ્કરી સાધનો પૂરા પાડી રહ્યું છે. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શનિવારે આ જાહેરાત કરી હતી. બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે,"આ પેકેજમાં યુક્રેનને સશસ્ત્ર, હવાઈ અને અન્ય જોખમોનો જવાબ આપવા માટે વધુ ઘાતક રક્ષણાત્મક સહાયનો સમાવેશ કરવામાં આવશે,"
બ્લિંકને જણાવ્યું હતું કે છેલ્લી વખત જ્યારે રશિયાએ તેના પશ્ચિમ તરફી પાડોશી સાથે સરહદ પર સૈનિકો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું ત્યારે રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનને તાત્કાલિક લશ્કરી સહાય માટે 60 મિલિયન ડોલર અધિકૃત કર્યા હતા. આ પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધમકી બાદ 200 મિલિયનની સહાય સ્વરૂપમાં વિતરિત કરી હતી.
કિવમાં કર્ફ્યુનો સમય લંબાયો
આ દરમિયાન યુક્રેનની રાજધાની કિવમાં રાત્રે વિસ્ફોટો અને શેરી રમખાણો બાદ કર્ફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. કિવના મેયર વિટાલી ક્લિચસ્કોએ જણાવ્યું હતું કે કિવના બે પેસેન્જર એરપોર્ટમાંથી એક નજીક શહેરના દક્ષિણ-પશ્ચિમ સીમા પર એક મિસાઈલ એક બહુમાળી ઈમારત પર અથડાઈ હતી. જેનાથી ઈમારતને નુકસાન થયું હતું. એક બચાવકર્મીએ જણાવ્યું કે છ નાગરિકો ઘાયલ થયા છે. શહેરમાં રશિયન સૈનિકોના હુમલાને કારણે મેયરે કર્ફ્યુનો સમયગાળો લંબાવ્યો છે. તેમણે કહ્યું કે કિવમાં સાંજે 5 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કડક કર્ફ્યુ લાગુ રહેશે.
બીજી તરફ રશિયાની સેનાએ કહ્યું છે કે તેણે ક્રુઝ મિસાઈલ વડે યુક્રેનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે શનિવારે જણાવ્યું હતું કે સેનાએ લાંબા અંતરની કાલિબ્ર ક્રુઝ મિસાઇલો વડે યુક્રેનના અનેક સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કર્યો હતો. ગુરુવારે રશિયાના આક્રમણની શરૂઆતથી સૈન્યએ યુક્રેનમાં 821 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. જેમાં 14 હવાઈ મથકો અને 19 લશ્કરી કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે. આ સાથે 24 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, 48 રડાર, સાત યુદ્ધ વિમાન, સાત હેલિકોપ્ટર, નવ ડ્રોન, 87 ટેન્ક અને આઠ સૈન્ય જહાજોનો નાશ કરવામાં આવ્યો છે.
કોનાશેન્કોવે જણાવ્યું ન હતું કે કેટલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા અને રશિયન બાજુએ કોઈ જાનહાનિનો ઉલ્લેખ કર્યો ન હતો. યુક્રેન એવો પણ દાવો કરે છે કે તેની સેનાએ હજારો રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. બંનેમાંથી કોઈ એક દેશનો દાવો સ્વતંત્ર રીતે ચકાસી શકાયો નથી. કોનાશેન્કોવે દાવો કર્યો હતો કે રશિયન દળોએ એઝોવ સમુદ્ર કિનારેથી લગભગ 35 કિલોમીટર દૂર દક્ષિણી શહેર મેલિટોપોલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને કહ્યું કે રશિયન સમર્થિત અલગતાવાદીઓએ ડોનબાસના પૂર્વ વિસ્તારમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર