Home /News /national-international /ટ્રંપને પસંદ આવી મોદીની વાત, US અફઘાનિસ્તામાં મોકલી શકે છે 1 હજાર સૈનિકો

ટ્રંપને પસંદ આવી મોદીની વાત, US અફઘાનિસ્તામાં મોકલી શકે છે 1 હજાર સૈનિકો

ભારત પર અમેરિકી ઉત્પાદનો પર વધારે આયાત લગાવવાનો આરોપ થયા પછી ઇરાનથી તેલ આયાત અંગે ચેતાવણી આપી હતી

અમેરિકા અફઘઆનિસ્તાનમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી શકે છે. વોશિંગટન પોસ્ટની ખબર અનુસાર અમેરિકી સેના સફગાનિસ્તાનમાં વધુ 1 હજાર સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હાલ તો 14 હજારથી વધારે અમેરિકી સૈનિકો તૈનાત છે.

વોશિંગટન પોસ્ટ અનુસાર ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મૈટિસે હજુ સુધી સૈનિકોને તૈનાત કરવાને લઈને પેપર સાઈન કર્યા નથી. અફગાનિસ્તાનમાં વધુ સૈનિકો તૈનાત કરવાએ તાલિબાન સામે લડવા માટેની અમેરિકાની નવી સ્ટ્રેટૈજીનો એક ભાગ છે.

અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ટ્રંપએ સતા સંભાળ્યાની સાથે જ અફગાનિસ્તાનમાં તેના 8500 સૈનિકોની સંખ્યા વધારીને 14000 કરવાનો નિર્ણય લીધો હતો.

મોદીએ USના કર્યા હતા વખાણ
ટ્રંપ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ વોશિંગટન પોસ્ટને જણાવ્યું કે ગયા વર્ષે ઓવલ ઓફિસની મીટિંગ દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જેટલુ અમેરિકાએ અફઘાનિસ્તાન માટે કર્યું છે એટલુ તો કોઈ દેશે કોઈ માટે નહિં કર્યું હોય. અને એ પણ ત્યારે કે જ્યારે બદલામાં કંઈ જ ન મળે. અધિકારીએ કહ્યું કે ટ્રંપે મોદીના આ નિવેદનને ગંભીરતાથી લીધું છે. આ નિવેદનથી ટ્રંપને જાણવા મળ્યું કે દુનિયા અમેરિકાને કેવી રીતે જોવે છે.

આ છે અફઘાનિસ્તાનમાં અમેરિકાની યોજના
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે વધારાના US એડવાઈઝરો અને સૈનિકોની તૈનાતીથી અફઘાનિસ્તાનની મિલિટ્રી અને પોલીસ ફોર્સને મદદ મળશે. અને તે 2 વર્ષની અંદર દેશના 80 ટકા ભાગને પોતાના કાબૂમાં કરી લેશે. વર્તમાનમાં અફઘાન સરકારના કંટ્રોલમાં દેશના માત્ર 2 જ ભાગ છે. ત્યારે બાકીનો ભાગ તાલીબાનના કંટ્રોલમાં છે.
First published:

Tags: Donald trump, Narenda Modi, Trump, અમેરિકા, નરેન્દ્ર મોદી, મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો