Home /News /national-international /Earthquake: અમેરિકાના અલાસ્કામાં 8.2ની તીવ્રતાનો મોટો ભુકંપ, સુનામીની ચેતવણી

Earthquake: અમેરિકાના અલાસ્કામાં 8.2ની તીવ્રતાનો મોટો ભુકંપ, સુનામીની ચેતવણી

અમેરિકાના અલાસ્કામાં ભુકંપ

બુધવારે મોડી રાત્રે 8.2-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો. સમુદ્રમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

વોશિંગ્ટન : અમેરિકા (America) ના અલાસ્કા દ્વીપકલ્પ (Alaskan peninsula)માં સ્થાનિક સમય મુજબ, બુધવારે મોડી રાત્રે 8.2-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો. સમુદ્રમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)એ આ માહિતી આપી છે. USGSએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઊંડાઈ 45 કિલોમીટર નીચે હતી. જોકે, ભૂકંપના આંચકા પછી કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું નથી.

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ રાત્રે 11: 15 વાગ્યે ભૂકંપનો અનુભવ કર્યો, જે સપાટીથી 29 માઇલ નીચે હતો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર રહી છે. USGS મુજબ, ઓછામાં ઓછા બે આફ્ટરશોક હતા, જેની તીવ્રતા 6.2 અને 5.6 બતાવવામાં આવી છે. છેલ્લા સાત દિવસોમાં, આ વિસ્તારના 100 માઇલની અંદર 3ની તીવ્રતાથી વધુનો કોઈ ભૂકંપ આવ્યો નથી.

આ પણ વાંચોરાજકોટ : માતા-પિતા લાલબત્તી સમાન ઘટના, રેલવે ટ્રેક રમતા બે બાળકોના ટ્રેનની અડફેટે કરૂણ મોત

આ ધરતીકંપ પછી દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના દ્વીપકલ્પ અને અલેયુટિયન ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય ગુઆમ અને હવાઈમાં પણ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. લોકોને કાંઠાથી દૂર સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો - International Tiger Day 2021 : વાઘ 30 ફૂટ લાંબી, 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે, વાઘ વિશેની 25 રસપ્રદ વાતો

તમને જણાવી દઈએ કે, અલાસ્કા Pacific Ring of Fireમાં આવે છે, જેને સિસ્મિક પ્રવૃત્તિમાં ખૂબ સક્રિય માનવામાં આવે છે. 31મેની રાત્રે અલાસ્કાના તલકીત્ના પર્વત વિસ્તારમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને સોમવારે સવાર સુધી હળવા આંચકા અનુભવાયા હતા.

એંકરેજ ડેઇલી ન્યૂઝ અનુસાર, હોમરથી ફેરબેંક્સ સુધી આંચકા અનુભવાયા હતા. આ કંપન એંકરેજ અને વસીલા વિસ્તારોમાં ખૂબ જ મજબૂત હતા.

(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.
First published:

Tags: Earthquakes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો