Home /News /national-international /

અમેરિકાઃ હિમવર્ષાથી તાપમાન માઈનસ 11 ડિગ્રી, 3300થી વધુ ફ્લાઇટ રદ

અમેરિકાઃ હિમવર્ષાથી તાપમાન માઈનસ 11 ડિગ્રી, 3300થી વધુ ફ્લાઇટ રદ

અમેરિકાના નોર્થઇસ્ટના એરપોર્ટો પર હિમવર્ષાથી બરફની ચાદર પથરાઈ ગઈ છે.

અમેરિકાઃ શિયાળો શરૂ થતાં ફ્લોરિડા, જોર્જિયા, ઉત્તર કેરાલિના, વર્જિનિયામાં ચારેબાજુ હિમપ્રપાતનો હુમલો શરૂ થઈ ગયો છે અને અત્યારસુધીમાં 17નાં મોત થયાં હોવાની માહિતી મળી છે.

અમેરિકામાં હિમવર્ષાથી ચારેબાજુ બરફના ઢગ ખડકાઈ ગયા છે. ન્યૂ યોર્ક શહેરમાં આઠ ઇંચ બરફવર્ષાની થઈ છે. બૉમ્બ સાઇક્લોન તરીકે ઓળખાતું આ હિમતોફાન મુખ્યત્વે પૂર્વ અમેરિકામાં વધુ સક્રિય છે. ફ્લોરિડામાં 30 વર્ષમાં પ્રથમ વખત બરફવર્ષા થઈ છે. બૉમ્બ સાઇક્લોન અને હિમવર્ષાને કારણે દેશભરમાં 3300થી વધુ ફ્લાઇટોને રદ કરવામાં આવી છે.

બૉમ્બ સાઇક્લોનને કારણે ફ્લોરિડા,નોર્થ કરોલિના,વર્જિનિયામાં ઇમર્જન્સી જાહેર.


હિમવર્ષાને કારણે વાહનો પર બરફના ઢગ ખડકાઈ ગયા હતા, એથી વાહન-વ્યવહારને અસર થઈ હતી. દેશનાં મોટા ભાગનાં એરપોર્ટ પર બરફના થર જામી ગયા છે. બૉમ્બ સાઇક્લોન અને હિમવર્ષાને કારણે ફ્લોરિડા, નોર્થ કરોલિના ,વર્જિનિયાના ગવર્નર દ્વારા ઇમર્જન્સી જાહેર કરાઈ છે.

હિમવર્ષાને કારણે ન્યૂ ઇન્ગ્લેન્ડની શાળાઓ-કોલેજો બંધ રખાઈ છે. આગામી 24-28 કલાકમાં હિમવર્ષાનું ભયંકર તોફાન અમેરિકાને ઘેરી લેવાની આગાહી કરવામાં આવી છે. ન્યૂ ઇન્ગ્લેન્ડ સહિતના વિસ્તારોમાં 6થી 12 ઇંચ બરફ વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. અમેરિકા સહિત અનેક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે.
First published:

Tags: Avalanche, Coldwave, Florida, US, અમેરિકા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन