Home /News /national-international /બુકમાં ચોંકાવનારો કરાયો દાવો: કોરોના સંક્રમિતઓને આ આઈલેન્ડ પર છોડી દેવા માંગતા હતા ટ્રમ્પ?
બુકમાં ચોંકાવનારો કરાયો દાવો: કોરોના સંક્રમિતઓને આ આઈલેન્ડ પર છોડી દેવા માંગતા હતા ટ્રમ્પ?
ડોનાલ્ડની ટ્રમ્પની ફાઇલ તસવીર
વોશિંગ્ટન પોસ્ટના (Washington Post) બે પત્રકારો (Journalist) - યાસ્મિન અબુતાલેબ અને ડેમિયન પાલેટ્ટા દ્વારા તાજેતરમાં એક પુસ્તક Nightmare Scenarioમાં ટ્રમ્પ દ્વારા કોરોના મહામારી (Coronavirus USA) દરમિયાન લેવાયેલ નિર્ણયનો ખુલાસો કરાયો છે.
અમેરિકાના (USA) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર પોતાના એક નિર્ણયને લઈને ચર્ચામાં છે. વોશિંગ્ટન પોસ્ટના (Washington Post) બે પત્રકારો (Journalist) - યાસ્મિન અબુતાલેબ અને ડેમિયન પાલેટ્ટા દ્વારા તાજેતરમાં એક પુસ્તક Nightmare Scenarioમાં ટ્રમ્પ દ્વારા કોરોના મહામારી (Coronavirus USA) દરમિયાન લેવાયેલ નિર્ણયનો ખુલાસો કરાયો છે. આ બુક મુજબ કોરોના મહામારીની શરૂઆતના દિવસોમાં ટ્રમ્પે વાયરસથી ચેપગ્રસ્ત લોકોને ગવાંતાનામો ખાડીમાં મોકલવાની હિમાયત કરી હતી. તમને જણાવી દઈએ કે ગવાંતાનામો (Guantanamo) બે દ્વીપ ક્યુબામાં યુએસ આર્મીનો બેસ છે. અહીં એક કુખ્યાત ડિટેન્શન કેમ્પ છે.
વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં 'Nightmare Scenario: ઇનસાઇડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન રિસ્પોન્સ ટુ ધ પેંડેમીક ધેટ ચેન્જ્ડ હિસ્ટ્રી'ના કેટલાક અંશ તાજેતરમાં પ્રકાશિત કરાયા છે. પુસ્તકનો અંશ આ પ્રમાણે છે-
ફેબ્રુઆરી 2020માં વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં યોજાયેલી મીટિંગમાં ટ્રમ્પે સહાયકોને પૂછ્યું હતું કે, 'શું આપણી પાસે એવો ટાપુ નથી, જેના પર આપણું નિયંત્રણ હોય? ગવાંતાનામો બે વિશે શું કહેવું છે? રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કથિત રીતે કહ્યું હતું કે આપણે વસ્તુઓ આયાત કરીએ છીએ, પરંતુ વાયરસની આયાત કરવાના નથી. આ ચેપગ્રસ્ત લોકો મારી જીતની માર્ગમાં કાંટો છે.
પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી આવો પ્રસ્તાવ મુક્યો, ત્યારે તેના સાથીઓએ તેમને ત્યાં જ અવરોધિત કરી દીધા હતા. જ્યારે ટ્રમ્પે કથિત રીતે આવું કહ્યું હતું, ત્યારે કોરોના વાયરસને કારણે અમેરિકામાં પરિસ્થિતિ એટલી ખરાબ નહોતી.
આ પુસ્તક 180થી વધુ લોકોના ઇન્ટરવ્યુ પર આધારિત છે, જેમાં વ્હાઇટ હાઉસના વરિષ્ઠ કર્મચારીઓ અને સરકારી આરોગ્ય નેતાઓનો સમાવેશ થાય છે. બુકમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેવી રીતે ટાસ્ક ફોર્સ બંધ કરવામાં આવી હતી અને કોરોનાને લઈને એક પછી એક ખોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પુસ્તક 29 જૂને પ્રકાશિત થશે. જોકે, વોશિંગ્ટન પોસ્ટને તેની નકલ મળી ચૂકી છે.
આ પુસ્તક ટ્રમ્પ વિશે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, કારણ કે રાષ્ટ્રપતિએ પણ સારા સમાચારની શોધમાં કોરોના વાયરસના ચમત્કારિક ઉપાયનો દાવો કર્યો છે. પુસ્તકના એક અંશમાં કોરોના ટેસ્ટિંગ અંગે ટ્રમ્પની નારાજગીનો પણ ઉલ્લેખ છે. તે એક અંશમાં લખાયેલ છે - ટ્રમ્પે 18 માર્ચના રોજ તત્કાલીન આરોગ્ય અને માનવ સેવા સચિવ એલેક્સ અઝારને ફોન કર્યો હતો અને ટેસ્ટિંગ ઘટાડવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે- 'હું ટેસ્ટિંગના કારણે ચૂંટણી હારીશ! '
કોરોનાને યોગ્ય રીતે ન સંભાળવાનો આરોપ
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોનાને કારણે 6 લાખથી વધુ મોત થયા હતા, જેમાંથી લગભગ 4 લાખ મોત ટ્રમ્પ વહીવટીતંત્રમાં થયા હતા. રોગચાળાને યોગ્ય રીતે સંચાલિત ન કરવા બદલ ટ્રમ્પ પ્રશાસનને સતત ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર