PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી તો ટ્રમ્પે કહ્યું, Thank You My Friend

News18 Gujarati
Updated: July 5, 2020, 7:26 AM IST
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી તો ટ્રમ્પે કહ્યું, Thank You My Friend
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટને ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વિટ કર્યું, ‘ધન્યવાદ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટને ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વિટ કર્યું, ‘ધન્યવાદ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે’

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અમેરિકા (America)ના 244મા સ્વતંત્રતા દિવસ (Independence Day) પર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) અને ત્યાંના લોકોને શુભેચ્છા પાઠવી. પીઅમે મોદીના શુભેચ્છા સંદેશનો જવાબ આતાં ટ્રમ્પે તેમનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીના ટ્વિટને ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વિટ કર્યું, ‘ધન્યવાદ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.’

પીએમ મોદીએ અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા આપતા ટ્વિટ કર્યું હતું, હું અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રૂપમાં આપણે સ્વતંત્રતા અને માનવ ઉદ્યમને મહત્ત્વ આપીએ છીએ અને તે જ મૂલ્યોને લઈને આ દિવસ ઉજવીએ છીએ. નોંધનીય છે કે અમેરિકા દર વર્ષે 4 જુલાઈએ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. 4 જુલાઈ 1773ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત થઈ હતી. આ ઉપલક્ષ્યમાં આ દિવસે ઘણા શહેરોમાં પરેડ, ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો, સામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ

અમેરિકાની સ્વતંત્રતા દિવસની ઉજવણી ફીકી પડી

જોકે, આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે અમેરિકામાં આ દિવસ ફીકો જવાનો છે. અમેરિકાએ જુલાઈના આ વીક એન્ડમાં અનેક પરેડો અને આતશબાજીના કાર્યક્રમોને રદ કરી દીધા છે અને તેની સાથે જ દરીયાકાંઠે બીચ અને બાર પણ બંધ કરી દીધા છે જેથી લોકો ઘરની બહાર ન જાય.

આ પણ વાંચો, સુસાઇડ કે મર્ડર? સુશાંત સિંહ રાજપૂત ‘ડેથ મિસ્ટ્રી’ પર સોશિયલ મીડિયા પર ગૂંજી રહ્યા છે આ 7 સવાલ

આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ દિવસે અમેરિકોના આત્મ-નિયંત્રણના એક મહત્વપૂર્ણ પરીક્ષણ થશે જે વધતા કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવામાં સહયોગી બની શકે છે.
First published: July 5, 2020, 7:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading