ગેરકાયદે પ્રવાસિઓને US આવવાથી રોકવા માટે ટ્રંપે ભર્યા કડક પગલા

News18 Gujarati
Updated: April 7, 2018, 2:30 PM IST
ગેરકાયદે પ્રવાસિઓને US આવવાથી રોકવા માટે ટ્રંપે ભર્યા કડક પગલા

  • Share this:
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાં વસતા રોકવા માટે ટ્રંપ સરકારે વધુ એક કડક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગેરકાયદે પ્રવાસિઓને પકડવા અને છોડી મુકવાના કાયદાને ખતમ કરવા માટે એક દસ્તાવેજ પર સાઈન કરી દીધુ છે. આ કાયદા હેઠળ અમેરિકા આવેલ ગેરકાયદેસર પ્રવાસીઓની ધરપકડ બાદ તુરંત છોડી દેવામાં આવે છે.

ટ્રંપે આ દસ્તાવેજમાં રક્ષામંત્રીને એવા સૈન્ય પ્રતિષ્ઠાનોનું એક લિસ્ટ આપવાનું કહ્યું છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવાસીઓની ધરપકડ માટે કરવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસે આ મામલે લઈ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પકડવા અને છોડી દેવાની નીતિ એક ખતરનાક પરંપરા છે. જેના હેઠળ દેશમાં અમેરિકન ઈમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરતા પ્રવાસીઓને છોડી મુકવામાં આવે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકન નાગરીકોની રક્ષા અને સુરક્ષા રાષ્ટ્રપતિની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તે દેશની રક્ષાના પોતાના વાયદાને પૂરો કરશે. અમેરિકન કાયદાનું સન્માન સુનિશ્ચિત કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિએ કોંગ્રેસના ડેમોક્રેટ સભ્યોને બોર્ડર સુરક્ષાનો વિરોધ ખતમ કરે અને અમેરિકાની સુરક્ષા માટેના મહત્વના ઉપાયોનો વિરોધ કરવાનું બંધ કરવા કરવાનું કહ્યું.

સંબંધિત દસ્તાવેજમાં ટ્રંપે કહ્યું કે, માનવ તસ્કરી, નશાકારક પદાર્થની તસ્કરી, જેતે ગેંગના સ્ભ્યો અને અન્ય અપરાધિઓનું અમેરિકામાં ઘુસવું દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકન નાગરીકો માટે ખતરારૂપ છે.
First published: April 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading