Home /News /national-international /અમેરિકા: હિંસા બાદ ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું- આ અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ

અમેરિકા: હિંસા બાદ ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું- આ અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ

ટ્રમ્પનો હાર માનવાનો ઇન્કાર, US કેપિટલ હિલમાં સમર્થકોનો હંગામો, એકનું મોત

ટ્રમ્પનો હાર માનવાનો ઇન્કાર, US કેપિટલ હિલમાં સમર્થકોનો હંગામો, એકનું મોત

વોશિગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (US President Election 2020)ના પરિણામોને લઈ રાજકીય ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે અને દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ સમર્થકોની ભીડે યૂએસ કેપિટલ હિલ બિલ્ડિંગ (US Capitol Hill Building)ની બહાર હોબાળો કર્યો. અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડને (Joe Biden) યૂએસ કેપિટલ હિલમાં ટ્રમ્પ સમર્થકોના તોફાનોને રાજદ્રોહ કરાર કર્યો છે.

રોઇટર્સના રિપોર્ટ મુજબ, યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસામાં એક મહિલાનું ગોળી વાગવાથી મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને મેડિકલ ઇમરજન્સીમાં સારવાર દરમિયાન મોત થયા છે. આમ કુલ 4 લોકોનાં મોત થયા છે. પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પરિસરને બંધ કરી દેવામાં આવ્યું છે. કેપિટલની અંદર એવી ઘોષણા કરવામાં આવી કે સુરક્ષાના ખતરાના કારણે કોઈ વ્યક્તિ કેપિટલ હિલ પરિસરથી બહાર કે અંદર નહીં જઈ શકે.

વાંચો LIVE UPDATES:

ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સ પણ ટ્રમ્પથી નારાજ
પ્રેસિડન્ડ ઇલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કાંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. તેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્રપ્રમુખ કરે છે અને ખુરશી પર માઇક પેન્સ હતા. ટ્રમ્પ સમર્થકોની હરકતથી તેઓ ખૂબ જ નારાજ જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના ભરોસાનું કેન્દ્ર હતું, છે અને રહેશે.

કૉંગ્રેસને સ્થગિત કરવી પડી કાર્યવાહી
ન્યૂઝ એજન્સી AP મુજબ, ટ્રમ્પ સમર્થક કેપિટલ હિલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા અને હોબાળો કરવા લાગ્યા. એવામાં કૉંગ્રેસને ના છૂટકે પોતાની કાર્યવાહી સ્થગિત કરવી પડી. ટ્રમ્પ સમર્થકો અને પોલીસની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા. ભીડને વિખેરવા માટે પોલીસને ટીયરગેસ સેલનો ઉપયોગ કરવો પડ્યો.

સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત
વોશિંગટન ડીસીના પોલીસ પ્રમુખે કહ્યું કે, ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસવા માટે પોલીસ દળ પર રસાયણિક પદાર્થો ફેંક્યા. વોશિંગટન ડીસીના મેયરે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે.

જો બાઇડને કહ્યું- આ રાજદ્રોહ છે
રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયેલા જો બાઇડને પણ આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે. બાઇડને ટ્વીટ કર્યું કે, હું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આહવાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માંગ કરે. વધુ એક ટ્વીટમાં બાઇડને કહ્યું કે, હું સ્પષ્ટ કરું છું કે કેપિટલ બિલ્ડિંગ પર જે હોબાળો આપણે જોયો, પણ અમે એવા નથી. આ કાયદો ન માનનારા અતિવાદીઓની નાની સંખ્યા છે. આ રાજદ્રોહ છે.

ફેસબુકે હટાવ્યો ટ્રમ્પનો વીડિયો
ટ્વીટર બાદ ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુદ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો હટાવી દીધો છે. યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસા દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. ફેસબુકના વાઇસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ટેગ્રિટી, ગાય રોસેને કહ્યું કે, અમે ટ્રમ્પના વીડિયોને હટાવી દીધો છે, કારણ કે અમારું માનવું છે કે આ વીડિયો ચાલી રહેલી હિંસાના જોખમને ઓછું કરવાને બદલે પ્રોત્સાહન આપી રહ્યો હતો.

આ પણ વાંચો, CISF ASI Recruitment 2021: CISFમાં 690 પદો માટે ભરતી, ફટાફટ કરો અરજી


ટ્રમ્પે કરી શાંતિની અપીલ
આ દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. બીજી તરફ હોબાળાને જોતાં નેશનલ ગાર્ડને રવાના કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પના નિર્દેશ પર નેશનલ ગાર્ડ અને બીજા કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને રવાના કરી દેવામાં આવ્યા છે. અમે હિંસાની વિરુદ્ધ અને શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપ્રમુખની અપીલનું પુનરાવર્તન કરીએ છીએ.

આ પણ વાંચો, Love Jihad વિરોધી કાયદા પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ સરકારને નોટિસ

કૉંગ્રેસના જોઇન્ટ સેશનમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરી
કૉંગ્રેસના જોઇન્ટ સેશનમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરી શરૂ થઈ રહી છે, જેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્પ્રમુખ માઇક પેન્સ કરી રહ્યા છે. પેન્સે બંધારણનો હવાલો આપતા વોટ કાઉન્ટિંગમાં દખલ કરવાની ના પાડી દીધી છે. ટ્રમ્પે પેન્સ પર તેના માટે દબાણ ઊભું કર્યું હતું. વોટ્સની ગણતરી બાદ જે જીતશે તેનાના નામની ઓફિશિયલ ઘોષણા કરવામાં આવશે.

કૉંગ્રેસના જોઇન્ટ સેશનમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરી
કૉંગ્રેસના જોઇન્ટ સેશનમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરી શરૂ થઈ રહી છે, જેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્પ્રમુખ માઇક પેન્સ કરી રહ્યા છે. પેન્સે બંધારણનો હવાલો આપતા વોટ કાઉન્ટિંગમાં દખલ કરવાની ના પાડી દીધી છે. ટ્રમ્પે પેન્સ પર તેના માટે દબાણ ઊભું કર્યું હતું. વોટ્સની ગણતરી બાદ જે જીતશે તેનાના નામની ઓફિશિયલ ઘોષણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બાઇડન ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ ટ્રમ્પ સતત અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ લિબરલ ડેમોક્રેટ્સ સાંસદોને પણ ચૂંટણી પરિણામ પલટાવવા માટે સાથ આપવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે અનેક વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર પણ ટ્રમ્પના પ્રયાસોને ખોટા ગણાવી ચૂક્યા છે.
First published:

Tags: Donald trump, Jo Biden, Protest, US, US Elections 2020, Washington, અમેરિકા