વોશિંગટન. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને મોટી રાહત મળી ગઈ છે. તેમને કેપિટલ હિલ (US Capitol Attack) ખાતે થયેલી હિંસાને ઉશ્કેરવાના આરોપથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ 10 વોટના અંતરથી બચી થયા. વોટિંગમાં 57 સેનેટરોએ તેમને દોષી માન્યા જ્યારે 43 સભ્યોએ તેમને દોષી ન માન્યા. તેમને દોષી કરાર કરવા માટે બે તૃતિયાંશ બહુમત એટલે કે 67 વોટોની જરૂર હતી. ટ્રમ્પ પર આરોપ લાગ્યો હતો કે તેમણે 6 જાન્યુઆરીએ અમેરિકાના સંસદ ભવન ખાતે તોફાનો કરાવ્યા હતા. આ ઘટનામાં 5 લોકોનાં મોત પણ થયા હતા.
રિપબ્લિકન પાર્ટીના 7 નેતાઓએ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો અને ટ્રમ્પની વિરુદ્ધ વોટિંગ કર્યું. આ બીજો પ્રસંગ હતો જ્યારે ટ્રમ્પને કોઈ મહાભિયોગથી મુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે સેનેટેના નિર્ણયને ટ્રમ્પની જીત તરીકે જોવામાં આવી રહી છે. ત્યારબાદ જો ટ્રમ્પ ઈચ્છે તો 2024માં ફરી એક વાર રાષ્ટ્રપ્રમુખના પદ માટે ચૂંટણી લડી શકે છે. હિંસા ભડકાવવના આરોપથી મુક્ત થયા બાદ ટ્રમ્પે નિવેદન જાહેર કર્યું છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેમને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું.
US Senate acquits Donald Trump in impeachment trial on charge of inciting insurrection; many Republicans back former president: Reuters
નોંધનીય છે કે, મહાભિયોગને લઈને સતત 4 દિવસ સુધી સુનાવણી થઈ. ત્યારબાદ પાંચમા દિવસે વોટિંગ થયું. આ પહેલા સુનાવણી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સેનેટમાં કહ્યું કે રિપબ્લિકન નેતા પર લાગેલા રાજદ્રોહ ભડકાવવા આરોપ બિલકુલ ખોટા છે અને તેમની વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે.
સેનેટમાં સુનાવણીના પાંચમાં દિવસે પણ ટ્રમ્પના વકીલો બ્રૂસ કેસ્ટર, ડેવિડ શોએન અને માઇકલ વાન ડેર વીને પૂર્વ રાષ્ટ્રપ્રમુખના પક્ષમાં એક-એક કરીને દલીલો રજૂ કરી. આ બધાએ પોતાની દલીલોમાં કહ્યું કે ટ્રમ્પ કાયદો અને વ્યવસ્થાના સમર્થક છે અને કેપિટલ હિલમાં અરાજકતા નથી ઉશ્કેરી. ટ્રમ્પના વકીલોને તેમની દલીલો રજૂ કરવા માટે 16 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
વિપક્ષી પાર્ટીઓનું કહેવું હતું કે ટ્રમ્પે દોષી ઠેરવવા જોઈએ અને તેમને તોફાનો ઉશ્કેરવાના કારણે ભવિષ્યમાં ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે. ટ્રમ્પના વકીલોએ દાવો કર્યો કે તેમના અસીલની વિરુદ્ધ મહાભિયોગ દરમિયાન લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર