વોશિંગટનઃ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર બુધવારે અમેરિકાની સંસદ દ્વારા બીજી વાર મહાભિયોગ (Impeachment) ચલાવવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. ટ્રમ્પ પર કેપિટલ હિલમાં થોડા દિવસો પહેલા થયેલી ઘટનામાં ભીડને વિદ્રોહ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પ એકમાત્ર રાષ્ટ્રપ્રમુખ છે જેમની વિરુદ્ધ બે વાર મહાભિયોગની પ્રક્રિયા ચલાવવામાં આવશે. ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની મંજૂરી આપવા માટે 10 રિપબ્લિકને પણ ડેમોક્રેટ્સને સમર્થન આપ્યું. સમાચાર એજન્સી AFP અનુસાર અમેરિકન ગૃહના મોટાભાગના સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા માટે વોટ કર્યા.
ગૃહની કાર્યવાહી દરમિયાન હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ અબ્રાહમ લિંકન અને બાઇબલને યાદ કરીને સંસદના સભ્યોને અપીલ કરી કે તેઓ તમામ ઘરના અને બહારના દુશ્મનોથી બંધારણની રક્ષા માટે પોતાની શપથને બરકરાર રાખે. તેઓએ કહ્યું કે, તેમને (ટ્રમ્પને) જવું જોઈએ, તેઓ રાષ્ટ્ર માટે એક સ્પષ્ટ અને વર્તમાન ખતરો છે જેને આપણે સૌ પ્રેમ કરીએ છીએ. તેઓએ કહ્યું કે આજે દ્વીપક્ષીય રીતે ગૃહે પ્રદર્શિત કર્યું છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ નહીં.
Majority of US House votes to impeach US President Donald Trump: AFP news agency https://t.co/C90g8ygIm1
ટ્રમ્પની વિરુદ્ધ જૈમી રસ્કિન, ડેવિડ સિસિલિને અને ટેડ લિયૂ જેવા સાંસદોએ મહાભિયોગનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેને પ્રતિનિધિ સભાના 211 સભ્યો એ સહ-પ્રાયોજિત કર્યો. તેને સોમવારે રજૂ કરવામાં આવ્યો હતો.
આ પહેલા પ્રતિનિધિ સભાએ 18 ડિસેમ્બર, 2019ના રોજ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગનો આરોપ પાસ કર્યો હતો, પરંતુ રિપબ્લિકન પાર્ટીની નિયંત્રણવાળા સેનેટે ફેબ્રુઆરી 2020માં તેમને આરોપોથી મુક્ત કર્યા હતા. તે સમયે ટ્રમ્પ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ પર દબાણ કર્યું હતું કે તેઓ બાઇડન અને તેમના દીકરાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના દાવાઓની તપાસ કરાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર