નવી દિલ્હી. અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાઓનું (New Agriculture Laws) સમર્થન કર્યું છે. અમેરિકા (America)એ કહ્યું કે તેઓ આવા પગલાંઓનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોની ‘નિપુણતામાં સુધાર’ કરવા અને ખાનગી ક્ષેત્રને વધુ રોકાણને આકર્ષિત કરશે. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા એવું માને છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઈ પણ સંપન્ન લોકતંત્રની ઓળખ છે. મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલવા જોઈએ.
સમાચાર એજન્સી ANI મુજબ, ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું કે, અમેરિકા શાંતિપૂર્ણ વિરોધને લોકતંત્રની ઓળખ માને છે. ભારતીય સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યું છે. અમે મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલવાને પ્રોત્સાહિત કરીએ છીએ. પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા આવા પગલાંનું સ્વાગત કરે છે જે ભારતના બજારોની સ્થિતિમાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રમાં વધુ રોકાણને આકર્ષિત કરશે.
We recognize peaceful protests as hallmark of thriving democracy,&Indian SC has stated same. We encourage differences b/w parties be resolved through dialogue. US welcomes steps that would improve efficiency of India's markets&attract more pvt sector investment:US State Dept Spox
71 દિવસથી દિલ્હીની સરહદો પર ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ 26 નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કાયદાઓમાં ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) અધિનિયમ 2020, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા અધિનિયમ તથા આવશ્યક વસ્તુ (સંશોધન) અધિનિયમ 2020 સામેલ છે.
આ આંદોલનના ભાગ રૂપે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે આયોજિત ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા ભડકી હતી. પ્રદર્શનકારીઓએ દિલ્હીમાં પ્રવેશ કરવા માટે બેરિકેડ્સ તોડી દીધા અને કેન્ર્રના ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં અનેક સ્થળે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા.
આ પહેલા, 22 જાન્યુઆરીએ ખેડૂતોની સાથે 11મા ચરણની મંત્રણા દરમિયાન સરકારે નવા કૃષિ કાયદાઓને દોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની સાથે તેની પર ચર્ચા માટે એક સંયુક્ત સમિતિની રચના કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર