Home /News /national-international /કેલિફોર્નિયામાં ઈમરજન્સી! બિડેનની જાહેરાત - લોકો જલ્દી વિસ્તાર ખાલી કરે, આખરે શું થઈ રહ્યું અમેરિકામાં?
કેલિફોર્નિયામાં ઈમરજન્સી! બિડેનની જાહેરાત - લોકો જલ્દી વિસ્તાર ખાલી કરે, આખરે શું થઈ રહ્યું અમેરિકામાં?
કેલિફોર્નિયામાં ઈમરજન્સી!
California Winter Storm: કેલિફોર્નિયામાં સતત બર્ફીલા તોફાનને કારણે, ડિસેમ્બરના અંતથી પૂર સહિત તોફાન સંબંધિત ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે. આ આંકડો છેલ્લા 2 વર્ષમાં જંગલમાં લાગેલી આગને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતા વધુ છે.
વોશિંગ્ટન: અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કેલિફોર્નિયા આ દિવસોમાં બરફવર્ષા સામે ઝઝૂમી રહ્યું છે. તેને જોતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈમરજન્સી જાહેર કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા સોમવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, બિડેને કેલિફોર્નિયા માટે ગંભીર બરફના તોફાન, પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી કટોકટીની સ્થિતિને કારણે સંઘીય સહાયનો આદેશ આપ્યો છે. આ કટોકટીની ઘોષણા હોમલેન્ડ સિક્યુરિટી અને ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીને તમામ આપત્તિ રાહત પ્રયત્નોનું સંકલન કરવા માટે અધિકૃત કરશે.
આ અગાઉ, 4 જાન્યુઆરીએ, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝોમે ગંભીર બરફના તોફાનોને કારણે લગભગ 40 કરોડ લોકોનું ઘર ધરાવતા સમગ્ર રાજ્ય માટે કટોકટી જાહેર કરી હતી.
ગવર્નરના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 'ડિસેમ્બરના અંતથી પૂર સહિત તોફાન સંબંધિત ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે, જે છેલ્લા બે વર્ષમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતા વધુ છે.'
જણાવી દઈએ કે, કેલિફોર્નિયામાં ભારે વરસાદ સાથે બરફનું તોફાન ચાલુ છે, જેના કારણે રાજ્યભરના ઘણા વિસ્તારોમાં પૂર, રસ્તાઓ બંધ અને વીજળી ડૂલ થઈ ગઈ છે. દેશભરમાં પાવર કટ પર નજર રાખવાવાળી વેબસાઇટ PowerOutage.us અનુસાર, કેલિફોર્નિયામાં લગભગ એક લાખ ઘરો અને વ્યવસાયો સોમવાર સુધી વીજળી વિના હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરી કેલિફોર્નિયામાં હજારો લોકો સોમવારથી વારંવાર વીજ કાપનો સામનો કરી રહ્યા છે, કારણ કે ભારે વરસાદ અને ભારે પવનને કારણે અહીં વીજ લાઈનો તૂટી ગઈ છે.
આ દરમિયાન, NWS એ સોમવારે બપોરે ટ્વિટ કર્યું કે, દક્ષિણ કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં રહેતા હજારો લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. NWS એ પોતાના ટ્વિટમાં એમ પણ કહ્યું કે, 'ભારે વરસાદને કારણે દક્ષિણી સાન્ટા બાર્બરા કાઉન્ટી અને સેન્ટ્રલ વેન્ચુરા કાઉન્ટીમાં ખતરનાક પૂર આવ્યું છે. કૃપા કરીને આપાતકાલીન અધિકારીઓના આદેશોનું પાલન કરો.'
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર