નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને (Pakistan News) એક મોટો ઝટકો લાગ્યો છે અને તેને વિશ્વ પટલ પર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં (AMerica)પાકિસ્તાનના (Pakistan)નવા રાજદૂતની નિમણૂક રોકી દેવામાં આવી છે. તેની પાછળ કથિત રીતે પાકિસ્તાનનો આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. અમેરિકી કોંગ્રેસમેન સ્કોટ પેરીએ (scott perry)આ સંબંધમાં રાષ્ટ્રપતિ જો બાઇડેનને (Joe Biden)પત્ર પણ લખ્યો છે.
સાંસદ સ્કોટ પેરીએ પોતાના પત્રમાં રાષ્ટ્રપતિને અપીલ કરી
સાંસદ સ્કોટ પેરીએ પોતાના પત્રમાં રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તે અમેરિકી રાજદૂત તરીકે પાકિસ્તાનના મસૂદ ખાનના (Masood Khan)નામની રિક્વેસ્ટને રિજેક્ટ કરી દે. આ પાછળ સ્કોટ પેરીએ કારણ આપ્યું છે કે મસૂદ ખાનના સંભવિત રીતે આતંકીઓ સાથે સંબંધ રહ્યા છે.
સ્કોટ પેરીએ પત્રમાં લખ્યું છે કે તે એ વાતથી ઘણા ઉત્સાહિત છે કે વિદેશ વિભાગે પાકિસ્તાનથી અમેરિકી રાજદૂત માટે મોકલાવેલા મસૂદ ખાનના નામને મંજૂરી આપવા પર રોક લગાવી દીધી છે. જોકે અહીં ફક્ત રોક લગાવવી પર્યાપ્ત નથી. પેરીએ કહ્યું કે હું તમને અપીલ કરવા માંગીશ કે તમે મસૂદ ખાન તરફથી આપવામાં આવતા કોઇપણ પ્રકારના રાજનિયક પ્રમાણ પત્રનો સ્વીકાર ના કરો.
સ્કોટ પેરીએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું કે ઇમરાન ખાને અમેરિકી રાજદૂત તરીકે એક એવા વ્યક્તિના નામની ભલામણ કરી છે કે જે આપણા ક્ષેત્રના હિતોને નબળા કરનાર આતંકવાદીઓનો હિમાયતી છે. સાંસદ પેરીએ કહ્યું કે મસૂદ ખાને હિઝબુલ મુજાહિદ્દીન સહિત બીજા આતંકવાદીઓ અને વિદેશી આતંકી સંગઠનોની ઘણી વખત પ્રશંસા કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર