લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સે મેલિન્ડાને આપ્યા છૂટાછેડા, કહ્યુ- ‘હવે સાથે નહીં રહી શકે’

લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સે મેલિન્ડાને આપ્યા છૂટાછેડા, કહ્યુ- ‘હવે સાથે નહીં રહી શકે’
બિલ અને મેલિન્ડા ગેટ્સે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, લાંબી વાતચીત બાદ અમે પોતાના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે

બિલ અને મેલિન્ડા ગેટ્સે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, લાંબી વાતચીત બાદ અમે પોતાના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે

  • Share this:
    ન્યૂયોર્ક. માઇક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates) અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ (Melinda Gates)એ લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા (Divorce) લેવાની જાહેરાત કરી દીધી છે. આ બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હવે તેઓ બંને એક સાથે નહીં રહી શકે. નોંધનીય છે કે, બિલ ગેટ્સ અને મેલિન્ડાના લગ્ન 1994માં થયા હતા. બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે.

    બિલ ગેટ્સએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર છૂટાછેડાને લઈને એક નિવેદનને શૅર કર્યું છે. જેમાં લખ્યું છે કે, લાંબી વાતચીત અને પોતાના સંબંધો પર કામ કર્યા બાદ અમે પોતાના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષમાં ત્રણ બાળકોનો ઉછેર કર્યો. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું જે દુનિયાભરમાં લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કામ કરે છે.



    આ પણ વાંચો, IPL 2021: કોરોનાની વચ્ચે આઇપીએલને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે, જાણો કારણ

    બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સની પહેલી મુલાકાત વર્ષ 1987માં થઈ હતી. તે સમયે મલિન્ડાએ માઇક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1994માં આ બંનેના લગ્ન હવાઈના લાની દ્વીપ પર થયા હતા. કહેવામાં આવે છે કે તે સમયે ભીડને ઓછી કરવા માટે તમામ હેલિકોપ્ટરોને તેમણે ભાડે લીધા હતા.

    આ પણ વાંચો, યોગી આદિત્યનાથને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું- ‘4 દિવસ બચ્યા છે જે કરવું હોય કરી લો’


    નોંધનીય છે કે, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સના પિતા બિલ ગેટ્સ સીનિયરનું ગત વર્ષે અવસાન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. પરિવાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ લાંબા સમયથી અલ્ઝાઇમરથી પીડિત હતા.
    Published by:Mrunal Bhojak
    First published:May 04, 2021, 08:19 am

    ટૉપ ન્યૂઝ