હવે ભારતના વડાપ્રધાન-રાષ્ટ્રપતિને મળશે અભૈદ્ય સુરક્ષાકવચ, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: February 8, 2019, 7:43 AM IST
હવે ભારતના વડાપ્રધાન-રાષ્ટ્રપતિને મળશે અભૈદ્ય સુરક્ષાકવચ, જાણો કેવી રીતે
મોદી-ટ્રમ્પની ફાઇલ તસવીર

અંદાજે 1360 કરોડ રૂપિયાની આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગન ભારતની એર ઇન્ડિયા વનની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે.

  • Share this:
છેલ્લા લાંબા સમય બાદ અમેરિકાએ ફરી ભારતને ડિફેન્સ પાવર વધારવા માટે ફરી હાથ લંબાવ્યો છે. આ માટે અમેરિકાએ ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર સહમતિ વ્યક્ત કરી છે.

190 મિલિયર ડૉલર એટલે કે અંદાજે 1360 કરોડ રૂપિયાની આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગન ભારતની એર ઇન્ડિયા વનની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. એર ઇન્ડિયા વન ભારતના વડાપ્રધાન અને પ્રેસિડન્ટની એર ડિફેન્સમાં લાગેલા એર સ્ક્વોડનું નામ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ પાર્ટીમાં 'ચીફ ગેસ્ટ' હશે તૈમૂર, લંડનની જેમ સજાવી મુંબઇની આ હોટલ

ટ્રમ્પે કરી જાહેરાત

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બુધવારે જ અમેરિકન કોંગ્રેસ (સંસદ)માં ભારતની સાથે આ સોદાની મંજૂરીનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જે હેઠળ અમેરિકા ટૂંક સમયમાં જ ભારતને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેસર્સ (લાયરકૅમ) અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ (SPS) નામની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપશે. ભારત સરકારે થોડાં દિવસ પહેલાં અમેરિકન સરકારને આ બંને સિસ્ટમ ખરીદવાની અરજી મોકલાવી હતી.

પેન્ટાગન અનુસાર, આ ડીલની મદદથી ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધો વધુ મજબૂત બનશે. સાથે જ અમેરિકાની ડિપ્લોમસી અને વિદેશ નીતિ માટે પણ આ એક નવું પરિમાણ હશે. આ ડિફેન્સ સિસ્ટમને બોઇંગ-777 એરક્રાફ્ટમાં લગાવવામાં આવશે. ભારત સરકાર ટૂંક સમયમાં જ એર ઇન્ડિયા પાસેથી આ માટે બે બોઇંગ-777 વિમાન ખરીદી શકે છે. આ સિસ્ટમ્સની મદદથી ભારતીય વડાપ્રધાન અને પ્રેસિડન્ટને મળનારી હવાઇ સુરક્ષા અમેરિકાના પ્રેસિડન્ટને મળતી સુરક્ષા એરફોર્સ-1ની સરખા સ્તરની બની જશે.પેન્ટાગને સ્પષ્ટતા કરી છે કે, ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપવાથી ઉપખંડમાં સ્થાપિત સૈન્ય સંતુલન કોઇ પ્રકારે નહીં બગડે. અમેરિકાએ પહેલેથી જ ભારતને પોતાના ચીફ ડિફેન્સ એસોસિયેટનો દરજ્જો આપ્યો છે. આ દરજ્જાના કારણે જ અમેરિકા સરળતાથી ભારત સાથે પોતાની ટેક્નિક શૅર કરે છે. ગત વર્ષે બંને દેશોએ એકબીજાંની શ્રેષ્ઠ સુરક્ષા અને સંપર્ક માટે કૉમકાસા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
First published: February 7, 2019, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading