ઉત્તર કોરિયાને અમેરિકા અને દક્ષિણ કોરિયાનો જવાબ, એકસાથે 8 મિસાઇલોનું પરીક્ષણ કર્યું
ઉત્તર કોરિયાને અમેરિકા અને દક્ષિણ કોરિયાનો જવાબ, એકસાથે 8 મિસાઇલોનું પરીક્ષણ કર્યું
આ યોનહોપ સમાચાર એજન્સીએ જાણકારી આપી છે (Photo: SJCS)
north korea missiles - ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉને કહ્યું હતું કે તેમનો દેશ પોતાની પરમાણું ક્ષમતાને વધારવાનું યથાવત્ રાખશે. કિમ જોંગ ઉને સત્તા સંભાળ્યા પછી છેલ્લા 10 વર્ષોમાં ઉત્તર કોરિયાએ 100થી વધારે મિસાઇલોની ટેસ્ટ ફાયરિંગ કરી છે
સિયોલ : ઉત્તર કોરિયાના (north korea)મિસાઇલ ( missiles)પરીક્ષણના જવાબમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાએ રવિવારે 8 મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. આ યોનહોપ સમાચાર એજન્સીએ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સીએ સોમવારે સવારે કોરિયાઇ જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ)નો હવાલો આપતા કહ્યું કે આ મિસાઇલોનું પરિક્ષણ વિભિન્ન લક્ષ્યો પર કરવામાં આવ્યું. જેસીએસના નિવેદન પ્રમાણે દક્ષિણ કોરિયા (south korea)અને અમેરિકા (america)સંયુક્ત રુપથી જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલોનું ટેસ્ટ ફાયરિંગ કર્યું. આ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું કે ઉશ્કેરણીજનકની કોઇપણ સ્થિતિમાં અમારી સુરક્ષા તત્કાલ અને સટીક જવાબી હુમલો શરુ કરવાની ક્ષમતા અને દક્ષતા રાખે છે.
દક્ષિણ કોરિયન જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે અમારી સેના (દક્ષિણ કોરિયા અને અમેરિકા) બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણ દ્વારા ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક કાર્યવાહીની સખત ટીકા કરે છે અને તેને ગંભીરતાથી એ આગ્રહ કરે છે કે તે પ્રાયદ્વિપ પર સૈન્ય તણાવ અને સુરક્ષાની ચિંતાઓને આગળ વધારનાર કૃત્યોને તાત્કાલિક બંધ કરે.
કિમ જોંગ ઉનના 10 વર્ષોમાં 10થી વધારે મિસાઇલોનું પરીક્ષણ
સિયોલના અધિકારીઓએ ચેતવણી આપી છે કે પ્યોગયાંગના સૈન્યના ઉશ્કેરણીજનક જવાબોની ઉચિત પ્રક્રિયા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઉત્તર કોરિયા દ્વારા એક આંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઇલ (ICBM) સહિત 8 બેલિસ્ટિક મિસાઇલના ટેસ્ટ ફાયરિંગ પછી તરત દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પણ સંયુક્ત રુપથી 8 મિસાઇલોની ટેસ્ટ ફાયરિંગ કરી છે. આ 2017 પછી બન્ને દેશોની પ્રથમ સંયુક્ત કાર્યવાહી હતી.
આ પહેલા ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉને કહ્યું હતું કે તેમનો દેશ પોતાની પરમાણું ક્ષમતાને વધારવાનું યથાવત્ રાખશે. કિમ જોંગ ઉને સત્તા સંભાળ્યા પછી છેલ્લા 10 વર્ષોમાં ઉત્તર કોરિયાએ 100થી વધારે મિસાઇલોની ટેસ્ટ ફાયરિંગ કરી છે. જેમાં આંતરમહાદ્વિપીય મિસાઇલ અને 4 પરમાણું પરિક્ષણ સામેલ છે. ન્યૂઝ એજન્સી સ્પૂતનિકના એક રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલે પોતાની 10 વર્ષના કાર્યકાળ દરમિયાન 16 મિસાઇલ લોન્ચ કરી હતી અને 2 પરમાણુ પરીક્ષણ કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર