લુઈસવિલે : મ્યૂઝિક ફેસ્ટિવલ (Music Festival)માં રિપોર્ટિંગ કરી રહેલી મહિલા રિપોર્ટરને લાઇવ કેમેરા (On air Camera) પર એક યુવકે કિસ (Kiss) કરવાનો પ્રયાસ કર્યો. પોતાની આ હરકચ બાદ પણ તે યુવકને કોઈ પસ્તાવો ન થયો અને ન તો તેણે માફી માંગી. બાદમાં રિપોર્ટરની ફરિયાદ પર યુવકની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હવે તે 90 દિવસ કે તેથી વધુ જેલ થઈ શકે છે. આ મામલો ગત શુક્રવારે અમેરિકાનાક કેંટુકી રાજ્યના લુઈસવિલેનો છે.
યૂએસ ટુડે (US Today) મુજબ, અહીં બૉરબોન એન્ડ બિયૉન્ડ મ્યૂઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનું રિપોર્ટિંગ WAVE3 માટે સારા રિવેસ્ટ કરી રહી હતી. જ્યારે તે રિપોર્ટિંગ કરી રહી હતી, તે સમયે એક યુવક પાછળ આવીને ઊભો થઈ ગયો. પહેલા તે ચાલ્યો ગયો, પછી અચાનકથી આવ્યો અને તેણે સારાને કિસ કરવાનો પ્રયાસ કર્યો. સારાએ સમયસૂચકતા રાખીને પોતાની જાતને બચાવી દીધી. આ બધું ટીવી પર પ્રસારિત થઈ રહ્યું હતું. ત્યારબાદ તે ઘણી અપસેટ થઈ ગઈ, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી અને કહ્યું, આ યોગ્ય નથી. ત્યારબાદ ઍન્કર સારાને કહે છે કે જો તે ઠીક છે તો પોલીસની પાસે જઈને તેની ફરિયાદ કરી શકે છે.
Hey mister, here’s your 3 seconds of fame. How about you not touch me? Thanks!! pic.twitter.com/5O44fu4i7y
સારાએ કહ્યું કે, હા મને થોડી મદદની જરૂર છે. ત્યારબાદ સારાએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો. મામલાની તપાસમાં પોલીસે આ યુવકની ઓળખ એરિક ગુડમેનના નામે કરી. તેની પર શારીરિક શોષણનો કેસ નોંધાવ્યો. આ મામલામાં ગુડમેનને 90 દિવસની જેલ અને 250 ડૉલરનો દંડ થઈ શકે છે.
વૉશિંગટન પોસ્ટ મુજબ, કેસ નોંધાયા બાદ ગુડમેને સારાની લેખિતમાં માફી માંગી છે. આ ઉપરાંત, હું ખોટો હતો. મેં તમારા કામમાં અડચણ ઊભી કરી. મારા કૃત્ય બાદ હું આપને દુ:ખી કરીને ચાલ્યો ગયો. સારાને લાગે છે કે ગુડમેનના આ શબ્દ ખરા દિલથી લખ્યા હશે. જોકે, તેને હજુ પણ લાગે છે કે કદાચ ગુડમેનને જેલ જવું પડે. આ કેસની સુનાવણી નવેમ્બરમાં થવાની છે.
પશ્ચિમ દેશોમાં કેમેરા પર રિપોર્ટરની સાથે છેડતીની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોમાં વધી છે. એક રિપોર્ટ મુજબ, રશિયામાં 2018માં થયેલા ફુટબોલ વર્લ્ડકપ દરમિયાન કેમેરાની સામે મહિલા રિપોર્ટર સાથે છેડતીની લગભગ 30 ઘટનાઓ બની હતી.