ફ્લોરિડામાં યુનિવર્સિટી બ્રિજ ધરાશાયી, 4 લોકોનાં મોત, અનેક ઘાયલ

 • Share this:
  ફ્લોરિડા ઇન્ટરનેશલ યૂનિવર્સિટીમાં ગુરૂવારે એક નવો જ બનેલો પુલ ધરાસાઇ થતાં 4 લોકોનાં મોત થયા છે. જ્યારે કેટલાક લોકો અને વાહનો આ પુલ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે. અને અનેક લોકો ઘાયલ થયા છે. 950 ટનના આ પુલ નીચે 6 ગાડીઓ ફંસાઈ ગઈ અને 8 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  સુરક્ષાકર્મીઓએ ડોગ સ્કોવોડની મદદથી પુરા એરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેથી કોઈ આ પુલ નીચે ફસાઈ ગયેલુ છે કે નહિં તે જાણી શકાય અને તેને બચાવી શકાય. જે રસ્તા પર આ પુલ બનાવવામાં આવ્યો હતો. તે રસ્તા પર ઘણો જ ટ્રાફિક રહે છે. ફાયર વિભાગના પ્રમુખ ડેવ ડાવનીએ જણાવ્યું કે કંક્રીટના મલબે અને તેમના નીચે દબાયેલા વાહનો વચ્ચેથી 4 મૃતદેહો મળ્યા હતા. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં નવ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

  ડાવનીએ જણાવ્યું કે તપાસ અને બચાવ કાર્ય હાલ ચાલું જ છે. જેમાં પ્રશિક્ષિત શોધ શ્વાન, કેમેરા અને સંવેદનશીલ સંચાર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ અભિયાન આખી રાત ચાલુ રહ્યું હતું. એક સમય એવો પણ આવ્યો કે પોલીસને ટેલીવિઝન હેલીકોપ્ટરને પણ ત્યાંથી હટવવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી પુલ નીચે દબાયેલા લોકોનો અવાજ સંભળાય શકે. અને તેને બચાવી શકે.  યૂનીવર્સિટીની વેબસાઈટ અનુસાર આ પુલ યૂનીવર્સિટીના સીવૉટર સિટી સાથે જોડે છે. આ પુલને માત્ર 6 કલાકમાં 8 લેન રોડ પર બનાવી દેવામાં આવ્યો હતો. આ પુલ 174 ફીટ એટલે કે 52 મીટર લાંબો છે.

  વ્હાઈટ હાઉસના પ્રવકર્તા સારા સૈંડર્સનું કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આ ઘટનાની જાણકારી છે. ફ્લોરિડાના ગવર્નર રિક સ્કૉટએ રિપોર્ટર્સને કહ્યું કે તમામ લોકો મહેનત કરી રહ્યાં છે જેથી જેટલા લોકોને બચાવી શકાય એટલા લોકોને અમે બચાવી લયે. તેમણે એ પણ કહ્યું છએ કે આ ઘટનાના ઉંડાણ સુધી જાવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
  Published by:Nisha Kachhadiya
  First published: