Home /News /national-international /પપ્પાએ ગાડીમાં રાખી હતી બંદૂક, બે વર્ષના બાળકે રમતા રમતા ભૂલથી પોતાના માથા પર મારી દીધી ગોળી

પપ્પાએ ગાડીમાં રાખી હતી બંદૂક, બે વર્ષના બાળકે રમતા રમતા ભૂલથી પોતાના માથા પર મારી દીધી ગોળી

પ્રતિકાત્મક ફોટો (ફાઈલ ફોટો)

અમેરિકાના નોર્થ કેરોલિનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક બે વર્ષના બાળકે ભૂલથી પોતાના પર ગોળી ચલાવી દીધી હતી. આ દુર્ઘટનામાં બાળકનું મોત થઈ ગયું હતું.

    નોર્થ કેરોલિન: અમેરિકાના ગન કલ્ચરથી આપણે બધાં વાકેફ છીએ. ત્યાં સમયાંતરે અંધાધૂંધ ફાયરિંગના સમાચાર આવતા રહે છે. અને તેનો શિકાર મોટા ભાગ સ્કૂલના બાળકો બનતા હોય છે. બંદુકનું લાયસન્સ કોને આપવામાં આવે અને કોને નહીં તેને લઈને ત્યાં સતત ચર્ચાઓ ચાલી રહી છે, પણ આ તમામની વચ્ચે અમેરિકાના નોર્થ કેરોલિનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક બે વર્ષના બાળકે ભૂલથી પોતાના પર ગોળી ચલાવી દીધી હતી. આ દુર્ઘટનામાં બાળકનું મોત થઈ ગયું હતું. આ બંદૂક તેના પિતાએ પિકઅપ ટ્રકમાં રાખી હતી. હૈરાન કરનારી વાત એ છે કે, તેમાં ગોળી પહેલાથી લોડ કરેલી હતી.

    બ્રિટિશ અખબાર દ મિરર અનુસાર, આ ઘટના 15 ઓક્ટોબરની છે. ઘર બહાર ગાડીનો દરવાજો ખુલ્લો હતો. ગાડીમાં એક લોડેડ સ્મિથ એન્ડ વેસન 40 કેલિબર હેંડગન રાખેલી હતી. આ આગળની સીટ પર હતી. બંદૂકને જોતા બાળક ખુશ થઈ ગયું અને તેની સાથે રમવા લાગ્યું. બાળકના માતા-પિતા ઘરમાં હતા. આ દરમિયાન બાળકે ભૂલથી પોતાના માથામાં ગોળી મારી દીધી. બાળકને તાત્કાલિક જોનસન મેડિકલ સેન્ટર ક્લેટન લઈ જવામાં આવ્યો. જો કે ત્યાં પહોંચતા જ બાળકનું મોત થઈ ગયું.

    આ પણ વાંચો: હજારો લોકો ગુમાવશે નોકરી! અમેરિકાની આ બે કંપનીઓ છટણીની તૈયારીમાં, ભારતમાં પણ કર્મચારીઓ પ્રભાવિત થશે

    પિતા પર કેસ ચાલશે


    બાળકના પિતા ટાયલર ઓસર પર સગીર બાળકોની સુરક્ષા માટે પોતાની બંદૂકને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે ન રાખવાનો આરોપ લગાવ્યો છે. ડિસ્ટ્રિક્ટ અટોર્ની સુસાન ડોયલે એક નિવેદનમાં કહ્યું કે, મારા દિલમાં માતા-પિતા માટે શોક છે, તેમણે પોતાના દિકરાને ખોઈ દીધો છે. આ બંદુક માલિકોની જવાબદારી વિશે છે કે, આગળથી હવે બાળકોને સુરક્ષિત રીતે હથિયારોથી દૂર રાખીને સગીરોની રક્ષા કરવામાં આવે.

    અંતિમ સંસ્કાર માટે પૈસાની મદદ


    પરિવારના સભ્યો અને દોસ્તોએ તેમના દિકરાના અંતિમ સંસ્કાર માટે પૈસા એકઠા કરવા માટે મદદ કરવા માટે GoFundMe અકાઉન્ટ બનાવ્યું છે.અત્યાર સુધીમાં 22 હજાર ડોલર જમા થઈ ગયા છે. એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિમાં પરિવારના સભ્યોએ ટોડલર વોરેનને શ્રદ્ધાંજલિ આપી જે હંમેશા પોતાના પિતાની મદદ કરવા માગતો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: United states of america

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन