એમેઝોનમાં કામ કરતા સેંકડો ભારતીયોને નોકરીથી ધોવા પડશે હાથ, ચોંકાવનારો રિપોર્ટ
હવે એમેઝોનમાંથી પણ સેંકડો ભારતીયોની નોકરી ગઈ, ચોંકાવનારો રિપોર્ટ
Amazon Layoffs: આવતા મહિને, એમેઝોન ભારતમાં સેંકડો લોકોની છટણી કરવા જઈ રહ્યું છે. કંપની ઘણી બધી કામગીરી બંધ કરવાની છે. જોબ્સ કટના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
એમેઝોન (amazon )માં છટણી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે . લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે એમેઝોન ભારતમાં સેંકડો લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જઈ રહી છે. એમેઝોનની છટણીની જાહેરાત આવતા મહિને જ થઈ શકે છે. ઈ-કોમર્સ કંપની દેશમાં તેની ઘણી કામગીરી બંધ કરવાની તૈયારી કરી રહી છે. પરિણામે સમગ્ર દેશમાં સેંકડો લોકો તેમની નોકરી ગુમાવશે. કયા વ્યવસાયો બંધ થઈ જશે ? જાણો શું કહે છે લેટેસ્ટ રિપોર્ટ?
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એમેઝોન ભારતમાં ખાલી માલની ડિલિવરી, નાના ઉદ્યોગોને પેકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની ડોરસ્ટેપ ડિલિવરીનો બિઝનેસ બંધ કરવાની યોજના બનાવી રહી છે. આ બંને આવતા મહિને બંધ થઈ જશે. તેમની સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે.
એમેઝોન એકેડમી બંધ, બીટા પરીક્ષણ મુલતવી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, કે કંપની ભારતમાં JEE અને NEET પરીક્ષાની તૈયારી કરતી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ એમેઝોન એકેડમીને પણ બંધ કરી રહી છે. જોકે તેમાં થોડો સમય લાગશે. આ સર્વિસ દ્વારા બાળકોને એન્જિનિયરિંગ અને મેડિકલની પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે. આ સિવાય કંપનીએ તેના બીટા ટેસ્ટિંગ પ્રોજેક્ટને પણ થોડા સમય માટે મુલતવી રાખ્યો છે.
અમેઝોનમાં છટણીની તપાસ ચાલી રહી છે ત્યારે આ ચોંકાવનારો રિપોર્ટ એવા સમયે આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, થોડા દિવસો પહેલા એમેઝોને વિશ્વભરમાં તેની ઓફિસમાંથી 10,000 કર્મચારીઓને કાઢી નાખવાની જાહેરાત કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે લોકોને એક જ વારમાં નહીં પણ ધીમે ધીમે ઘટાડશે.
કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કંપનીએ કોઈને નોકરીમાંથી રજા આપી નથી. ઉલટાનું ખુદ કર્મચારીઓને રાજીનામું આપવાનું કહેવામાં આવી રહ્યું છે. એમેઝોન કર્મચારીઓને કંપનીના વોલેન્ટરી સસ્પેન્શન પ્રોગ્રામ (VSP) હેઠળ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. તેનાથી તેમને ઘણા ફાયદા થશે. જેમ કે 22 અઠવાડિયા સુધીનો બેઝિક પગાર (દર 6 મહિનાની સેવા માટે એક અઠવાડિયાનો બેઝિક પગાર), 6 મહિના સુધીનો તબીબી વીમો વગેરેના ખર્ચામાં કંપનીને ફાયદો થશે. જો કે, જેમને પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામમાં મૂકવામાં આવ્યા છે તેઓ VSP માટે સાઇન અપ કરી શકશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર