Home /News /national-international /

Online Drug Peddling: ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું- Amazon સહકાર નહીં આપે તો કાર્યવાહી થશે

Online Drug Peddling: ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું- Amazon સહકાર નહીં આપે તો કાર્યવાહી થશે

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું, ‘ઓનલાઈન વ્યવસાય માટે કોઈ માર્ગદર્શિકા નથી, પરંતુ મધ્યપ્રદેશ તેને બનાવશે.’ (Twitter)

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું, ‘ઓનલાઈન વ્યવસાય માટે કોઈ માર્ગદર્શિકા નથી, પરંતુ મધ્યપ્રદેશ તેને બનાવશે.’ એમેઝોન ઓફિશ્યલને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સહકાર આપતા નથી. હું એમેઝોનના MD-CEOને સહકાર આપવા અપીલ કરું છું. નહીંતર અમે કાર્યવાહી શરૂ કરીશું.’

વધુ જુઓ ...
  મધ્યપ્રદેશ (MP) ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ગુરુવારે જણાવ્યું કે સરકારે ઇ-કોમર્સ સાઇટ એમેઝોન (Amazon)ને તાજેતરના ડ્રગ પેડલિંગ કેસ (Drugs Peddling Case)માં સહકાર આપવા જણાવ્યું છે. એવો આરોપ છે કે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ત્રણ રાજ્યોમાં 1,000 કિલોથી વધુ ગાંજો (marijuana) પહોંચાડવા માટે એમેઝોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. મધ્યપ્રદેશ પોલીસે તેની સાથે જોડાયેલી આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે.

  રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું, ‘ઓનલાઈન વ્યવસાય માટે કોઈ માર્ગદર્શિકા નથી, પરંતુ મધ્યપ્રદેશ તેને બનાવશે.’ એમેઝોન ઓફિશ્યલને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સહકાર આપતા નથી. હું એમેઝોનના MD-CEOને સહકાર આપવા અપીલ કરું છું. નહીંતર અમે કાર્યવાહી શરૂ કરીશું.’

  મિશ્રાએ જણાવ્યું કે, એમેઝોન સાથે સેલર તરીકે રજીસ્ટર્ડ કંપનીએ 12 સ્થળોએ ગાંજો સપ્લાય કર્યો હતો. ‘જો એમેઝોનના અધિકારીઓ દોષી સાબિત થશે, તો અમે તેમની સામે કડક પગલાં લઈશું.’ તેમણે ઉમેર્યું કે વિશાખાપટ્ટનમથી ગાંજાના પરિવહન માટે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિશ્રાએ જણાવ્યું કે કઈ રીતે ગાંજો પેક કરીને તે સ્ટીવિયા લીવ્સ તરીકે પસાર થતો હતો.

  આ પણ વાંચો: ‘કરી પત્તા’ના નામે Amazonથી થતી હતી ગાંજાની દાણચોરી, 2ની ધરપકડ, કંપની પર ઉઠ્યા સવાલ

  કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, એમેઝોનના માધ્યમથી કથિત રીતે ‘લીમડાના પત્તા’ના નામે ગાંજાની દાણચોરી થતી હતી. ભિંડ પોલીસ પ્રમુખ મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, ‘2007માં અમદાવાદ સ્થિત એક ટેક્સટાઇલ ફર્મ, બાબૂ ટેક્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી રજિસ્ટર્ડ કંપની સ્ટીવિયાના સૂકા પાંદડાના રૂપમાં ગાંજો વેચતી હતી. પોલિસે એક સૂચના પર કાર્યવાહી કરીને ભિંડના ગોહાડમાં એક ઢાબા પર દરોડો પાડ્યો અને વિશાખાપટ્ટનમથી દિલ્હી સુધીની એમેઝોન ઈ-કોમર્સ કંપનીની પેકેજિંગ સામગ્રી અને બે ફ્લાઈટ ટિકિટો જપ્ત કરી.’

  એમેઝોનના પ્રવક્તાએ કહ્યું, 'અમને આ મુદ્દાની જાણ કરવામાં આવી હતી અને અમે હાલ તેની તપાસ કરી રહ્યા છીએ. અમે આ મુદ્દાના વહેલામાં વહેલી તકે ઉકેલ માટે તપાસ અધિકારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને ચાલુ તપાસ સાથે જરૂરી સહકાર અને સમર્થનની ખાતરી આપીએ છીએ.’

  આ પણ વાંચો: Vir Das Controversy: 'હું એવા ભારતમાં રહુ છું જ્યાં દિવસમાં મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે બળાત્કાર'

  કોમેડિયન વીર દાસને લઈને નરોત્તમ મિશ્રાએ આકરી પ્રતિક્રિયા આપી

  આ ઉપરાંત, મિશ્રાએ કોમેડિયન વીર દાસના મોનોલોગને લીધે થયેલા વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી હતી. મિશ્રાએ વીર દાસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ દાસને મધ્યપ્રદેશમાં પરફોર્મ કરવા દેશે નહીં. ‘જો તે માફી માંગશે, તો અમે તેના પર ફરી વિચાર કરીશું.’ તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક જોકરો’ છે જે ભારતની છબી ખરડવાનો પ્રયાસ કરે છે. ‘...કપિલ સિબ્બલ અને અન્ય કોંગ્રેસીઓએ તેમને ટેકો આપ્યો. એ રાહુલ ગાંધી છે જેમણે વિદેશમાં આપણા દેશને બદનામ કર્યો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ જે મહાન ભારતને બદનામ ભારત કહી રહ્યા છે.’
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amazon india, Madhya pradesh, Online fraud

  આગામી સમાચાર