Home /News /national-international /

Amazonના ડિલીવરી બૉયે મહિલાને હિપ્નોટાઇઝ કરી, ભાન આવ્યું તો...

Amazonના ડિલીવરી બૉયે મહિલાને હિપ્નોટાઇઝ કરી, ભાન આવ્યું તો...

પ્રતીકાત્મક તસવીર

મહિલાના પાંચ બૉક્સ પરત લઈ જવાનો ડિલીવરી બૉયે ઇન્કાર કરતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી

  નોઈડા : દિલ્હી પાસે આવેલા નોઈડા (Noida)માં અમેઝોન (Amazon)થી ઑનલાઇન શૉપિંગ (Online Shopping) કરવું એક મહિલાને ભારે પડી ગયું. મહિલાનો આરોપ છે કે અમેઝોનના ડિલીવરી બૉય (Delivery Boy)એ તેને હિપ્નોટાઇઝ (વશીકરણ) કરી અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, આ દરમિયાન તેને ભાન આવી ગયું અને તેનો વિરોધ કર્યો. ત્યારબાદ મહિલાએ બાથરૂમમાં પડેલા વાઇપરથી ડિલીવરી બૉયને ફટકારવાનું શરૂ કરી દીધું. પોતાને ઘેરાતો જોઈ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે મહિલાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

  સામાન પરત આપવાનો હતો એટલે બોલાવ્યો હતો

  પીડિતાએ જણાવ્યું કે, તેણે અમેઝોનથી કેટલોક સામાન ખરીદ્યો હતો. તેમાંથી પાંચ બૉક્સ તેને પરત કરવાના હતા. સોમવાર સવારે 11:20 વાગ્યે તે લેવા માટે ભૂપેન્દ્ર પાલ નામનો અમેઝોન ડિલીવર બૉય મહિલાના ફ્લેટ પર પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે (ડિલીવરી બૉય) ચાર જ બૉક્સ પરત લવાની વાત કહી. તેના કારણે બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ. બાદમાં પીડિતાએ કસ્ટમર કૅર પર ફોન કર્યો તો ત્યાંથી સામાન પિક-અપ માટે 9 ઑક્ટોબરની તારીખ આપવામાં આવી. ત્યારબાદ ભૂપેન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો.

  ડિલીવરી બૉય પરત આવ્યો અને મહિલા બેભાન થઈ ગઈ

  તેની થોડીક જ મિનિટો બાદ ભૂપેન્દ્ર પરત આવ્યો અને તેણે પાંચેય બૉક્સ લઈ જવાની વાત કહી, પરંતુ મહિલાએ તેના માટે ના પાડી દીધી. પછી અચાનક પીડિતા બેભાન થઈ પડી ગઈ. જ્યારે તેને ભાન આવ્યું તો તેનો આરોપ છે કે આરોપી ડિલીવરી બૉય તેની સામે અર્ધનગ્ન સ્થિતિમાં ઊભો હતો જેને જોઈ તે ડરી ગઈ. પીડિતાએ ઘભરાઈને બૂમાબૂમ કરી અને બાથરૂમમાં રાખવામાં આવેલા વાઇપરથી આરોપીને મારવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ ભૂપેન્દ્ર ત્યાંથી ફરાર થઈ ગયો.

  પછી ફોન રિસીવ કરીને કહ્યું કે ક્યથી આવ્યો હતો

  ત્યારબાદ પીડિતાની બહેન જ્યારે ઘરે પહોંચી તો તેણે સિક્યુરિટી ગાર્ડની પાસેના એન્ટ્રી રજિસ્ટરમાંથી ભૂપેન્દ્રનો નંબર લઈને ફોન કર્યો. તેને પૂછવામાં આવ્યું કે તે ક્યાંથી આવ્યો હતો તો તેણે જણાવ્યું કે, તે અમેઝોનની પિકઅપ ઑફિસમાં કામ કરે છે, જે નાઈડાના જ સેક્ટર-58માં છે. આવું કહીને તેણે ફોન કટ કરી દીધો. પોલીસે જણાવ્યું કે એન્ટ્રી રજિસ્ટરમાં જે જાણકારી ડિલીવરી બૉયે આપી છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને તે સાચી છે. આરોપી ભૂપેન્દ્ર પાલની વિરુદ્ધ દુષ્કર્મ અને અન્ય કલમોમાં મામલો નોંધવામાં આવ્યો છે.

  અમેઝોને કહ્યુ કે, તાત્કાલીક કાર્યવાહી થશે

  આ સંબંધમાં અમેઝોનના પ્રવક્તાએ કહ્યુ કે, સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને આવા આરોપ પરેશાન કરનારા છે. અમે અમારા ડિલીવરી સર્વિસ પ્રોવાઇડર સામે તાત્કાલીક કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથોસાથ પોલીસ તપાસમાં પણ પૂરો સહયોગ આપવામાં આવશે.

  આ પણ વાંચો,

  ઘરમાં ઊંઘી રહેલી સગીરા પર પરિવારના જ સભ્યોએ ગુજાર્યો ગેંગરેપ
  બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Home-Delivery, Noida, Online Shopping, Up police, અમેઝોન, ઉત્તરપ્રદેશ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन