પત્નીને છુટાછેડા આપી ગર્લફ્રેન્ડ માટે લીધુ 500 કરોડનું ઘરઃ વીડિયો

News18 Gujarati
Updated: June 7, 2019, 9:03 PM IST
પત્નીને છુટાછેડા આપી ગર્લફ્રેન્ડ માટે લીધુ 500 કરોડનું ઘરઃ વીડિયો

  • Share this:
દુનિયાના સૌથી અમીર શખ્સ જેફ બેજોસે ગર્લફ્રેન્ડ માટે ઘર ખરીદ્યું છે. જેફના નવા ઘરમાં 12 બેડરૂમ છે, આ ઘર ન્યૂયોર્કના મેનહેટન વિસ્તારમાં છે, બેજોસે આ ઘર પોતાની પત્ની મેકેંજીથી છુટાછેડા લીધા બાદ ખરીદ્યું છે. નવા ઘરમાં બેજોસ પોતાની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજની સાથે રહેશે. આ ઘરને ખરીદવા માટે 8 કરોડ ડોલર ખર્ચ કરવામાં આવ્યા છે, જે ભારતીય રૂપિયામાં 552 કરોડ રૂપિયા છે, બેજોસનું ઘરમાં 17 હજાર સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલું છે.

આ લક્ઝુરિયસ ઘરમાં 12 બેડરૂમ, એક પેન્ટહાઉસ અને બે ફ્લેટ છે, પેન્ટહાઉસ ત્રણ માળનો છે અે તે 10 હજાર સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલો છે. બંગલામાં એક લોજ, બોર્ડરૂમ, ગોલ્ફ સિમ્યુલેટર, સ્ક્રીન રૂમ, ગેમરૂમ અને પ્લેરૂમ પણ છે, જાણકારી પ્રમાણે જેફ બેજોસ પોતાની જરૂરિયાત પ્રમાણે ઘરને રીડિઝાઇન કરી શકે છે.બેજોસે ભલે નવા ઘર માટે 554 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ આ મેનહેટનમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની સૌથી મોંઘું નથી, આ વર્ષે જાન્યુઆરીમાં હેજ ફંડ ચલાવનારા અરબપતિ ફેન ગ્રિફિને અહીં 1,650 કરોડમાં એક ઘર ખરીદ્યું હતું, આ અમેરિકાના ઇતિસાહમાં અત્યારસુધીનું સૌથી મોંઘું ઘર છે.

બેજોસ એક બિઝનેસમેન છે અને યોગ્ય સમયે યોગ્ય ડીલ કરવા માટે જાણીતા છે. આ ઘર જો તેઓ 2017માં ખરીદતા તો તેઓને અંદાજે 668 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હોત, એટલે કે હાલની કિંમતથી 114 કરોડ વધારે, છેલ્લા બે વર્ષમાં આ પ્રોપર્ટીની કિંમત 21 ટકા ઘટી છે.
First published: June 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading