Home /News /national-international /ગોવાના મજૂરની કમાલ; દિવ્યાંગ છોકરી માટે બનાવ્યો રોબર્ટ, જમાડવા પણ છે સક્ષમ

ગોવાના મજૂરની કમાલ; દિવ્યાંગ છોકરી માટે બનાવ્યો રોબર્ટ, જમાડવા પણ છે સક્ષમ

ગોવામાં એક મજૂરે પોતાની દિવ્યાંગ છોકરી માટે રોબર્ટ બનાવ્યો છે.

ગોવામાં રોજ ખાઈને રોજ કમાતા એક મજૂરી એક અદભૂત કામ કર્યું છે. તેણે પોતાની દિવ્યાંગ પુત્રી માટે એક એવો રોબર્ટ તૈયાર કર્યો છે, જે તેની દેખરેખ કરે અને તેને જમવાનું જમાડે. આ વ્યક્તિએ તે રોબર્ટનું નામ મા રાખ્યું છે. આ રોબર્ટ છોકરીના અવાજના નિર્દેશ મુજબ કામ કરવા સક્ષમ છે અને તે તેની સંપૂર્ણ તકેદારી રાખશે.

વધુ જુઓ ...
    ગોવા: ગોવામાં રોજ ખાઈને રોજ કમાતા એક મજૂરી એક અદભૂત કામ કર્યું છે. તેણે પોતાની દિવ્યાંગ પુત્રી માટે એક એવો રોબર્ટ તૈયાર કર્યો છે, જે તેની દેખરેખ કરે અને તેને જમવાનું જમાડે. આ વ્યક્તિએ તે રોબર્ટનું નામ મા રાખ્યું છે. આ રોબર્ટ છોકરીના અવાજના નિર્દેશ મુજબ કામ કરવા સક્ષમ છે અને તે તેની સંપૂર્ણ તકેદારી રાખશે.

    દિવ્યાંગ છોકરીને જમાડવામાં મુશ્કેલી પડે છે

    ગોવાના રહેનાર આ વ્યક્તિનું નામ બિપિન કદમ છે. કદમની પત્નીની તબિયત સારી રહેતી નથી અને તેની પુત્રી દિવ્યાંગ છે, જેને જમવાનું જમાડવામાં મુશ્કેલી થાય છે. આ બાબતને લઈને બિપિન કદમ ખૂબ જ દુ:ખી રહેતો હતો. એટલું જ નહિ આ વાતને લઈને બિપિન કદમની પત્ની પણ ખૂબ જ દુ:ખી રહેતી હતી કારણ કે તે તેમની પુત્રીને ખાવાનું ખવડાવવામાં સક્ષમ નહોતી. બીજી તરફ આ વ્યક્તિ પોતે ખૂબ જ મજૂરી કરતો હતો.

    પહેલા રોબર્ટની ડિઝાઈન તૈયાર કરી

    આ દરમિયાન તેણે ઈન્ટરનેટના માધ્યમથી એ જોવાનું શરૂ કર્યું કે આ વાતનો શું વિકલ્પ નીકળી શકતો હતો. તે પછીથી તેણે આ રોબર્ટની ડિઝાઈન બનાવી અને તેની પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે ઓનલાઈન માધ્યમથી સોફ્ટવેરની મૂળ વાતો શીખી અને અટક્યા વગર 12-12 કલાક કામ કર્યું. મજૂરી કર્યા પછી બચેલો સમય તેણે તેમાં જ લગાવ્યો અને રોબર્ટ બનાવવાની રીત શીખી.

    સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે વર્ષ લાગી ગયા

    લગભગ ચાર મહિના સુધી શોધ અને પ્રયોગ કર્યા પછી આ વ્યક્તિએ તેની પર અંતિમ કામકાજ શરૂ કર્યું. મીડિયા રિપોર્ટસના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે વર્ષ લાગી ગયા પરંતુ અંતે તેને સફળતા મળી. તેણે એક એવો રોબર્ટ બનાવ્યો છે, જે તેની દિવ્યાંગ છોકરીના અવાજ નિર્દેશ પર જમવાનું જમાડે છે. તેણે તેનું નામ મા રોબર્ટ રાખ્યું છે.

    નાણાંકીય સહાયતા આપવાની જાહેરાત
    રસપ્રદ વાત એ છે કે આ શખ્સને કોઈ ન તો ટેક્નિકલ જ્ઞાન છે. આ સિવાય તેણે કોઈનો સહયોગ પણ લીધો નથી. જ્યારે આ રોબર્ટ બનીને તૈયાર થયો તો લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. ગોવા સ્ટેટ ઈનોવેશન કાઉન્સિલે આ ઈન્વેનશન બદલ બિપિનની પ્રશંસા કરી છે અને તેમને મશીન પર આગળ કામ કરવા માટે નાણાંકીય સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Goa News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन