Home /News /national-international /માણસ અને પક્ષીની અદભૂત મિત્રતા, આ સ્ટોર્ક નામનું પક્ષી આરીફ સાથે પરિવારના સભ્યની જેમ રહે છે

માણસ અને પક્ષીની અદભૂત મિત્રતા, આ સ્ટોર્ક નામનું પક્ષી આરીફ સાથે પરિવારના સભ્યની જેમ રહે છે

માણસ અને પક્ષીની અદભૂત મિત્રતા

Amazing friendship between man and Bord: ન્યૂઝ18 લોકલ સાથે વાત કરતા 30 વર્ષીય યુવક આરીફે આ આખી ઘટનાનું વર્ણન કર્યું હતું કે, કેવી રીતે સ્ટોર્કનો પગ તૂટી ગયો અને કેવી રીતે તેને ખેતરમાં ઘાયલ અવસ્થામાં પડ્યો. વધુમાં તે જણાવે છે કે, ‘મેં તેની તાત્કાલિક સારવાર કરાવી અને તેને મારા ઘરે લાવીને ખવડાવ્યું’

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India
આદિત્ય ક્રિષ્ના, અમેઠી: ઘણા લેખકો મનુષ્યો વચ્ચેની મિત્રતાના વખાણ કરતી વાર્તાઓ લખી છે. તેમાં સમજાવામાં આવ્યું હોય છે કે, જીવનમાં મિત્રો હોવા કેટલા જરુરી છે. એક સુખી જીવન જીવવા માટે સગાં-સંબંધીઓ હોવા ખૂબ જ જરૂરી છે, તેવી જ રીતે મિત્રો હોવા પણ ખુબ જરૂરી છે. આપણે મનુષ્યોઅને પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની ઘણી બધી વાર્તાઓ પણ સાંભળી છે. આવા જ સંબંધનું જીવંત ઉદાહરણ ઉત્તર પ્રદેશના અમેઠીમાં જોવા મળ્યું છે. જ્યાં એક 30 વર્ષીય યુવકનો કોઈ મનુષ્ય મિત્ર નથી, પરંતુ સ્ટોર્ક છે, જે ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે.

આરીફને પોતાના પરિવાર તરીકે સ્વીકારી લીધો


આરીફ નામના યુવકે જ્યારે ઘાયલ સ્ટોર્કની મદદ કરી હતી ત્યારથી પ્રેમના બંધની શરૂઆત થાય છે. આરીફની સંભાળ અને તેના પ્રેમથી આ સ્ટોર્ક તેના પ્રત્યે એટલો પ્રેમાળ બન્યો કે તેણે આરીફને પોતાના પરિવાર તરીકે સ્વીકારી લીધો હતો. આ સ્ટોર્ક છેલ્લા એક વર્ષથી આરીફ સાથે જ રહે છે. આરીફ જ્યાં પણ જાય છે, ત્યા આ સ્ટોર્ક દરેક જગ્યાએ તેની સાથે હોય છે. આરીફ અને સ્ટોર્કિસ વચ્ચેની આ મિત્રતા ખરેખર માનવ અને અબોલા પ્રાણીઓ વચ્ચેની મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉત્તર પ્રદેશના રાજ્ય પક્ષી સ્ટોર્ક સાથે મિત્રતા


મળતી વિગતો પ્રમાણે આરીફ અમેઠી જિલ્લાના જામો વિકારસ બ્લોક માંડકા ગામનો રહેવાસી છે. તે ઉત્તર પ્રદેશના રાજ્ય પક્ષી સ્ટોર્ક સાથે મિત્ર તરીકે રહે છે. આ મિત્રતાની શરૂઆત ઓગસ્ટ 2022માં થઈ હતી, જ્યારે આ ઘાયલ પક્ષી સ્ટોર્ક જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યું હોય છે. તેવા સમયે આરીફ તેની મદદે આવે છે અને તેનો જીવ બચાવે છે. ત્યારેથી તેમની આ અનોખી મિત્રતાની શરૂઆત થાય છે. અત્યારે તેને એક વર્ષ થઈ ગયું છે. આ પક્ષી સ્ટોર્ક આરીફ અને તેના પરિવાર સાથે જ રહે છે.

આ પક્ષી દરેક જગ્યા આરીફ સાથે જાય છે અને તેની સાથે જ રહે છે


અહીં આશ્ચર્યની વાત તો એ છે કે, આ પક્ષી ન કેવળ આરીફ સાથે રહે છે પરંતુ આરીફના પડછાયાની જેમ તેની સાથે ફરે છે. આરીફ જ્યા પણ જાય છે, તે તેની સાથે જાય છે. મજાની વાત તો એ છે કે, આરીફ ચાલતો જાય કે સાયકલ લઈને જાય પણ સ્ટોર્ક તેની સાથે જાય છે. આથી બન્ને વચ્ચેના પ્રેમ અને લાગણી ચોખ્ખી દેખાય છે. આરીફના પરિવારમાં તેની પત્ની, બે બાળકો અને આરીફના માતા-પિતા રહે છે. જ્યારે આ સ્ટોર્ક પણ તેના પરિવારના સભ્યની જેમ પરિવાર સાથે રહે છે.

આરીફે કેવી રીતે ઘાયલ સ્ટોર્કનો જીવ બચાવ્યો


ન્યૂઝ 18 લોકલ સાથે આરીફે પોતાનું અનુભવ જણાવતા કહ્યું કે, ‘મે તેને એક ખેતરમાં ઘાયલ હાલતમાં જોયું હતું તેનો પગ ભાંગી ગયો હતો. ત્યાર બાદ મે તેની સારવાર કરાવી અને મારા ઘરે લઈ ગયો. ઘરે લાવીને તેને ખાવા ખવડાવ્યું. ત્યારથી સ્ટોર્ક મને પોતાનો ખાસ મિત્ર માને છે અને મારી સાથે જ રહે છે. હું એવું ઇચ્છતો હતો કે તે સ્વસ્થ થઈને પાછું તેના પરિવાર સાથે જાય અને ખુલ્લા આકાશણાં ઉડે. પરંતુ તે જવા નહોતું માંગતું. અમારી મિત્રતા એવી છે કે, હું જ્યા પણ જાઉ છું તે મારી સાથે આવે છે.’

તેણે આગળ જણાવ્યું કે, તે હવે સંપૂર્ણરીતે મુક્ત છે અને પોતાની જાતે આકાશમાં ઉડતું પણ છે, પરંતુ દિવસના અંતે પાછું ઘરે આવી જાય છે. હવે તે મારા પરિવારના સભ્યની માફક અમારી સાથે રહે છે.
First published:

Tags: Friend, Friendship, Uttar prades

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો