બાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા

બાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા
બાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા

કોરોના વાયરસના પ્રકોપના કારણે આ વર્ષે અમરનાથ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવશે નહી

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસના (Coronavirus) પ્રકોપના કારણે આ વર્ષે વાર્ષિક અમરનાથ (Amarnath Yatra) તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવશે નહી. જમ્મૂ કાશ્મીર રાજ ભવન તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે નક્કી કર્યુ છે કે આ વર્ષે શ્રી અમરનાથજી યાત્રાનું આયોજન અને સંચાલન કરવું યોગ્ય નથી અને દુખપૂર્વક આ યાત્રાને રદ કરવાનો નિર્ણય લીધો છે.

  દક્ષિણ કશ્મીરના (South Kashmir) હિમાલયમાં (Himalaya) અમરનાથના 3,880 મીટર ઉંચા પવિત્ર ગુફા મંદિરમાં 42 દિવસ સુધી ચાલતી આ યાત્રાના દિવસો પહેલા ઘટાડી દીધા હતા અને માત્ર 15 દિવસ માટે બટ્ટલ માર્ગથી આયોજિત કરવાની હતી. અમરનાથ ગુફા (Amarnath Cave) માટે પહલગામ (Pahalgam) અને ગાંદેરબલ (Gandelbal) બંને રસ્તાથી પહેલા 42 દિવસની પ્રસ્તાવિત યાત્રા 23 જૂનથી શરુ થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના (Covid-19 Pandemic)કારણે તેમાં લેટ થયુ હતું.  આ પણ વાંચો - કાશીની મુસ્લિમ મહિલાઓ બનાવી રહી છે PM મોદી માટે સ્વદેશી રાખડી, કહ્યું- ચીની સામાનનો બહિષ્કાર કરીશું

  જમ્મૂ-કાશ્મીર પ્રશાસને પહેલા કહ્યું હતુ કે તે સખત વલણ સાથે યાત્રા શરુ કરાશે અને એક દિવસમાં ફક્ત 500 શ્રદ્ધાળુઓને જમ્મૂથી અમરનાથ જવા રવાના કરવામાં આવશે. પરંતુ 15 જુલાઈના રોજ હાઇકોર્ટે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડને (Amarnath Shrine Board)કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યના અધિકારને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તે યાત્રા પર તાત્કાલિક નિર્ણય કરે.

  હાઈકોર્ટે કહ્યુ કે બોર્ડના નિર્ણયમાં સુરક્ષાકર્મી, સ્વાસ્થ્યકર્મી, પુજારીઓ, તીર્થયાત્રીઓ અને યાત્રાના આયોજન સાથે જોડાયેલા અધિકારીઓ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશના નિવાસીઓની ચિંતાઓનું પણ ધ્યાન રાખવુ જોઈએ. બેન્ચના આદેશમાં કહેવામાં આવ્યું કે યાત્રામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘોડા અને બીજા જાનવરોના કલ્યાણ ઉપર પણ વિચાર કરવાની જરુરત છે.
  Published by:Ashish Goyal
  First published:July 21, 2020, 21:08 pm