Amarnath Yatra 2021: કોરોનાને કારણે અમરનાથ યાત્રા રદ, હવે ઓનલાઈન થશે હિમલિંગના દર્શન

Amarnath Yatra 2021: કોરોનાને કારણે અમરનાથ યાત્રા રદ, હવે ઓનલાઈન થશે હિમલિંગના દર્શન

  • Share this:
    નવી દિલ્લી: અમરનાથની યાત્રા કરી રહેલા ભક્તોની માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેર (Coronavirus Third Wave) ની આશંકાઓને જોતા અમરાન યાત્રાને બોર્ડ દ્વારા આ વર્ષે પણ અમરનાથ યાત્રા (Amarnath Yatra 2021)ને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શ્રદ્ધાળુઓ ઓનલાઈન બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. મહત્વનું છે કે, 2020માં પણ કોરોના સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ કરી કરવામાં આવી હતી.

    શ્રીના બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ યાત્રામાં દેશના વિવિધ ભાગોથી ભક્તો ભાગ લેશે. આવી સ્થિતિમાં, કોરોના ચેપ ફેલાવાનું જોખમ હોઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભક્તોએ ઘરે સલામત રહેવું મહત્વપૂર્ણ છે. બોર્ડ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, દર વર્ષની જેમ તમામ પરંપરાગત વિધિઓ પહેલાની જેમ પૂર્ણ કરવામાં આવશે.



    આ પણ વાંચો: Coronavirus In India: કોરોનાની બીજી લહેર પર કાબૂ! દેશમાં 88 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ

    અમરનાથ શ્રાઇન બોર્ડ કરોડો ભક્તોની ભાવનાઓને સમજે છે અને તેને ધ્યાનમાં રાખીને બોર્ડે સવાર-સાંજ આરતીના જીવંત દર્શનની પણ વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. બંને આરતીઓના જીવંત દર્શન માટે રોજની વ્યવસ્થા કરવામાં આવશે.

    આ પણ વાંચો: 18,000 ફુટની ઊંચાઈથી લઈને ન્યૂયોર્ક સુધી, જુઓ દેશ-દુનિયાની યોગ દિવસની PICS

    હિમાલયની ઉંચાઈએ 3,880 મીટરની પર સ્થિત ભગવાન શિવના ગુફા મંદિરની દિવસની યાત્રા 28 જૂનથી પહેલગામ અને બાલતાલ માર્ગોથી શરૂ થવાની છે અને 22 ઓગસ્ટે સમાપ્ત થવાની છે.
    Published by:kuldipsinh barot
    First published:June 21, 2021, 18:24 IST