Home /News /national-international /

અમરનાથ દુર્ઘટના : Toll free numbers જાહેર, 13ના મોત, હજુ કેટલાક ગુમ

અમરનાથ દુર્ઘટના : Toll free numbers જાહેર, 13ના મોત, હજુ કેટલાક ગુમ

અમરનાથ દુર્ઘટના - ટોલ ફ્રી નંબર

amarnath flood : અમરનાથ ગુફાના નીચેના ભાગમાં સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. NDRF ટીમ ગુફા પાસે તૈનાત છે, ટીમે તરત જ બચાવ કાર્ય શરૂ કરી દીધું. તંત્ર દ્વારા Toll free numbers જાહેર કરવામાં આવ્યા છે.

    Amarnath Flood : અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) સ્થળ નજીકથી મોટી દુર્ઘટના સર્જાઈ છે, અચાનક વાદળ ફાટતા યાત્રાળુઓ મુસીબતમાં ફસાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં યાત્રાળુઓના 25 થી વધુ ટેન્ટ પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 13 લોકોના મોત થયાનું સામે આવી રહ્યું છે. આ બધા વચ્ચે તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે.

    અમરનાથ દુર્ઘટના બાદ તુરંત તંત્ર એક્શનમાં આવી ગયું હતુ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, હાલમાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, જેકેપી, એએલએચ દ્વારા બચાવ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘાયલ થયેલા લોકોને બેઝ કેમ્પ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ALH ચોપર્સ બચાવ કામગીરી માટે લાગી ગયા છે. હજારો પ્રવાસીઓ પૂરની સ્થિતિ વચ્ચે ફસાઈ ગયા છે. જેને પગલે મુસાફરોના પરિવારો ચિંતિ બન્યા છે, પોતાના પરિવારના સભ્યોની સ્થિતિ જાણવા પ્રયત્ન કરી રહ્યા છે, આ બધા વચ્ચે ટોલ પ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે.

    શ્રી અમરનાથજી યાત્રા 2022ની શરૂઆત કરવા માટે ટોલ ફ્રી નંબરની સ્થાપના કરવામાં આવી

    Jammu: 18001807198

    Srinagar: 18001807199

    Helpline numbers

    NDRF

    011-23438252

    011-23438253

    Kashmir Divisional Helpline :

    0194-2496240

    Shrine Board Helpline :

    0194-2313149



    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પીએમ મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વાદળ ફાટવાની આ ઘટના આજે સાંજે 5.30 કલાકે બની હતી.

    NDRF ચીફ અતુલ કરવલે જણાવ્યું હતું કે, અમરનાથ ગુફાના નીચેના ભાગમાં સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. અમારી 1 ટીમ ગુફા પાસે તૈનાત છે, ટીમે તરત જ બચાવ કાર્ય શરૂ કરી દીધું. ત્યાં હાજર અમારા લોકોના જણાવ્યા અનુસાર, 13 લોકોના મોત થયા છે અને 3ને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.

    અહીં વાદળ ફાટવાના કારણે ત્રણ લંગર સહિત અનેક ટેન્ટ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે. આ ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે અને NDRF અને SDRFની ટીમોને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજીપીના જણાવ્યા અનુસાર, પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવાના કારણે કેટલાક લંગર અને તંબુ ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

    ગૃહમંત્રી અમિત શાહે લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કરી હતી

    તો, આ દુર્ઘટના પછી, કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, બાબા અમરનાથની ગુફા પાસે વાદળ ફાટવાથી આવેલા પૂરને લઈને, મેં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછ્યું. NDRF, CRPF, BSF અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની છે. હું તમામ ભક્તોને શુભકામના પાઠવું છું.

    આ પણ વાંચોAmarnath Flood : અમરનાથમાં વાદળ ફાટ્યું, 15ના મોત - Live VIDEO

    પ્રાથમિક રીતે, રાહત અને બચાવ કાર્ય એજન્સીઓ તેને મધ્યમ સ્તરની દુર્ઘટના માની રહી છે. ITBPની બે કંપનીઓ ઉપરાંત NDRFની બે ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં તૈનાત છે. ટેન્ટની નજીક બચાવકર્તાઓની ટીમો હતી, જેથી વધુ મુસાફરોને બચાવી શકાય. રાહત બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Amarnath yatra 2022, અમરનાથ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन