Home /News /national-international /

Amarnath Flood : અમરનાથમાં વાદળ ફાટ્યું, 10ના મોત, યાત્રા રોકવામાં આવી - VIDEO

Amarnath Flood : અમરનાથમાં વાદળ ફાટ્યું, 10ના મોત, યાત્રા રોકવામાં આવી - VIDEO

અમરનાથમાં વાદળ ફાટ્યું, 10ના મોત

Amarnath cloud burst : અમરનાથ પવિત્ર યાત્રાધામ (Amarnath Flood) માં વાદળ ફાટ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંચ લોકો (Five Death) ના મોત નિપજ્યા છે.

    Amarnath cloud burst : રાજ્ય સહિત દેશભરમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. મોટા ભાગના તમામ વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ત્યારે જમ્મુ કાશ્મીરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરનાથ પવિત્ર યાત્રાધામમાં વાદળ ફાટ્યું (Amarnath Heavy Rain) હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા, હોવાનું સામે આવ્યું હતુ, પરંતુ એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંંચતા જણાવવામાં આવી રહ્યું છે કે, લગભગ 10 લોકોના મોત થયા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ અને વાદળ ફાટવાથી પાણીનો ધસમસતો પ્રવાહ અચાનક આવી ચઢ્યો હતો. આ આફતમાં 10 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, હજુ આંકડો વધે તેવી સંમભાવના





    તંત્રને જાણ થતા જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર બચાવ કામગીરી માટે રવાના કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ તારાજી અમરનાથ ગુફાથી 2 કિમી દૂર સર્જાઈ છે. અનેક લોકો ઘાયલ થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.



    અપડેટ માહિતી મુજબ, તંત્ર દ્વારા તુરંત અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી  છે. અચાનક વાદળ ફાટતા ધસમસતો પ્રવાહમાં યાત્રાળુઓના કેટલાક ટેન્ટ આવી જતા પાંચના મોત નિપજ્યા છે. એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે, યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા રેસક્યુ હાથ ધરવામાં આવશે. એનડીઆરએફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લગભગ 10 લોકોના મોત થયા છે, 25 જેટલા ટેન્ટ તણાયા છે. રસક્યુ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: અમરનાથ, વાદળ ફાટ્યું

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन