પંજાબનાં મુખ્યમંત્રીએ 1.2 લાખ સરકારી ખાલી જગ્યાઓ ભરવાનો આદેશ આપ્યો

પંજાબનાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ સ્કીલ ડેવલપમેન્ટ વિશે પણ ભાર મુક્યો હતો અને સરકારનાં અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલન યોજાય તેના પર ભાર મુક્યો હતો

  • Share this:
    પંજાબનાં મુખ્યમંત્રી અમરીન્દર સિંઘે આદેશ આપ્યો છે કે, ખાલી પડેલી 1.2 લાખ જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે. સરકારનાં વિવિધ વિભાગોમાં તબક્કાવાર રીતે તમામ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે કેમ પંજાબ સરકારનાં પ્રવક્તાએ જણાવ્યું છે.

    સરકારે જણાવ્યુ કે, ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રની ખાલી જગ્યાઓને પહેલા ભરવામાં આવશે.

    પંજાબનાં મુખ્યમંત્રીએ એક રિવ્યુ મિટીંગ યોજી હતી જેમાં સરકારનાં મહત્વનાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે સરકારમાં મોયા પાયે પડેલી ખાલી જગ્યાઓની વાત ચર્ચામાં આવી હતી. આ સમયે મુખ્યમંત્રી આદેશ આપ્યો હતો કે, તાત્કાલિક ધોરણે આ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી થાય તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

    મુખ્યમંત્રીએ સ્કીલ ડેવલપમેન્ટ વિશે પણ ભાર મુક્યો હતો અને સરકારનાં અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલન યોજાય તેના પર ભાર મુક્યો હતો. યુવાનોને વધારે વોકેશનલ ટ્રેનિંગ મળી અને તેમને સ્થાનિક ઉદ્યોગોમાં તેમને રોજગાર મળે તેનો પ્રયાસ હાથ ધરવામાં આવે તેના પર ભાર મુક્યો હતો.

    સરકારનાં પ્રવક્તાએ કહ્યુ કે, સરકારની મહાત્વાકાંક્ષી યોજના હેઠળ 4.53 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી. જેમાં 37,000 નોકરીઓ સરકારી જગ્યાઓ ભરવામાં આવી એટલે કે આટલા લોકોને સરકારી નોકરી મળી. 1.30 લાખ નોકરીઓ પ્રાઇવેટ સેક્ટરમાં અને 2.86 લાખ યુવાનોને સ્વરોજગારી હેઠળ જોબ મળી તેમ તેમણે જણાવ્યું.
    Published by:Vijaysinh Parmar
    First published: