Home /News /national-international /

Amarnath Yatra 2022: આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો શું છે ગાઇડલાઇન્સ

Amarnath Yatra 2022: આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો શું છે ગાઇડલાઇન્સ

અમરનાથ યાત્રા 30 જૂનથી શરુ થશે (ફાઇલ ફોટો)

Amarnath Yatra : અમરનાથ યાત્રા 43 દિવસો સુધી ચાલશે. જેનો અંતિમ દિવસ રક્ષાબંધન હોય છે

    નવી દિલ્હી : અમરમાથ યાત્રાની (Amarnath Yatra 2022) રાહ જોઇ રહેલો ભાવિક ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા (Amarnath Yatra)30 જૂન 2022થી શરુ થશે. આ વાતની જાણકારી રવિવારે જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) ઉપરાજ્યપાલના કાર્યાલયે આપી છે. ઉપરાજ્યપાલ કાર્યાલયે જણાવ્યું કે જૂનથી શરુ થનારી યાત્રી કોવિડ પ્રોટોકોલ્સનું (Amarnath Yatra Covid Guidelines)પાલન કરવું ફરજિયાત રહેશે. અમરનાથ યાત્રા 43 દિવસો સુધી ચાલશે. જેનો અંતિમ દિવસ રક્ષાબંધન હોય છે.

    1 એપ્રિલથી શરુ થશે રજિસ્ટ્રેશન

    કોરોના મહામારીના કારણે બે વર્ષથી બંધ રહેલી અમરનાથ યાત્રા 30 જૂનથી શરુ થશે. શ્રાઇન બોર્ડના મતે જે શ્રદ્ધાળુ અમરનાથની યાત્રા પર જવા માંગે છે તેમના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 એપ્રિલથી શરુ થશે. બોર્ડના મતે એક દિવસમાં ફક્ત 20 હજાર લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ સિવાય અતિરિક્ત યાત્રાના દિવસોમાં પણ કાઉન્ટર પર જઈને રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.

    આ પણ વાંચો - Bharat Bandh: 28-29 માર્ચે રહેશે ભારત બંધ, 7 પોઇન્ટમાં જાણો તમારા પર શું થશે અસર



    ફિટનેસ સર્ટિફિકેટ મેળવવી જરુરી

    અમરનાથ યાત્રાની ગાઇડલાઇન્સના મતે આ યાત્રા પર ફક્ત એ જ શ્રદ્ધાળું જઈ શકશે જેમની ઉંમર 16 થી 65 વર્ષની હશે. અમરનાથ યાત્રા 2022 માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે. આ સાથે યાત્રીઓએ ફિટનેસ સર્ટિફિકેટ પણ યાત્રા માટે જરૂરી રહેશે.

    આ પણ વાંચો - Income Tax Return: અત્યાર સુધી નથી મળ્યું ITR રિફંડ તો આવી રીતે ચેક કરી શકો છો સ્ટેટસ

    તમને જણાવી દઈએ કે અમરનાથ યાત્રા બધી ધાર્મિક યાત્રાઓમાં સૌથી વધારે મુશ્કેલ યાત્રામાંથી એક છે. અમરનાથની યાત્રાની ચડાઇ બે રસ્તોથી પસાર થાય છે. પ્રથમ રસ્તો પહલગામથી થઇને જાય છે જ્યારે બીજો રસ્તો બાલદાલથી થઇને જાય છે. આ બન્ને રસ્તા હંમેશા આતંકીઓના નિશાને રહે છે. જેથી સુરક્ષાની દ્રષ્ટીથી યાત્રા પહેલા સુરક્ષા બળોની ઘણી તૈનાતી કરવામાં આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Amarnath-yatra, Jammu Kashmir, અમરનાથ

    આગામી સમાચાર