Home /News /national-international /

Amar Jawan Jyoti flame : અમર જવાન જ્યોતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના લો માં થઇ વિલય, જુઓ VIDEO

Amar Jawan Jyoti flame : અમર જવાન જ્યોતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના લો માં થઇ વિલય, જુઓ VIDEO

21મી જાન્યુઆરીએ બપોરે 3.54 કલાકે ચીફ ઓફ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ દ્વારા અમર જવાન જ્યોતિ ને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં પ્રજ્વલિત જ્યોતિમાં વિલય કરવામાં આવી

National War Memorial - 50 વર્ષથી અખંડ પ્રજ્વલિત અમર જવાન જ્યોતિની (Amar Jawan Jyoti) અખંડ લો શુક્રવારે દિલ્હીના ઇન્ડિયા ગેટ (India Gate) પર અંતિમ વખત પ્રજ્વલિત કરવામાં આવી

    નવી દિલ્હી : 50 વર્ષથી અખંડ પ્રજ્વલિત અમર જવાન જ્યોતિની (Amar Jawan Jyoti) અખંડ લો શુક્રવારે દિલ્હીના ઇન્ડિયા ગેટ (India Gate) પર અંતિમ વખત પ્રજ્વલિત કરવામાં આવી હતી. પર્યટકો વચ્ચે અંત્યત લોકપ્રિય આ સ્થાન જેને દિલ્હીના કેન્દ્રમાં માનવામાં આવે છે. હવે આ સ્થાને શહીદો દ્વારા અપાયેલા બલિદાનોને યાદ અપાવવા માટે પ્રજ્વલિત લો જોવા મળશે નહીં. જે લોકો આ અંખંડ લો જોવા માંગે છે તે તેની પાસે આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial)પર જઈ શકે છે. કારણ કે અમર જવાન જ્યોતિની અખંડ લો ના અંશને એક સમારોહમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતિ સાથે વિલય કરી દેવામાં આવી છે.

    21મી જાન્યુઆરીએ બપોરે 3.54 કલાકે ચીફ ઓફ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ દ્વારા અમર જવાન જ્યોતિ ને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં પ્રજ્વલિત જ્યોતિમાં વિલય કરવામાં આવી છે. પહેલા આ કામ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)કરવાના હતા પણ ગત દિવસોમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું (CDS General Bipin Rawat) નિધન થયા પછી આ પદ હજુ સુધી ખાલી છે. આ માટે ડિપ્ટી સીઆઈડીએસ (CIDS)એર માર્શલ બીઆર કૃષ્ણએ જવાબદારી નિભાવી હતી.

    આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિને ઘણા પાછળ રાખ્યા

    અમર જવાન જ્યોતિને બુઝાવવાનો મતલબ ઇતિહાસને મિટાવવો - કોંગ્રેસ

    આ દરમિયાન કોંગ્રેસે અમર જવાન જ્યોતિની લો ને રાષ્ટ્રીય સ્મારક પર પ્રજ્વલિત લો સાથે વિલય કરવાને લઇને આરોપ લગાવ્યો કે આ પગલું સૈનિકોના બલિદાનના ઇતિહાસને મિટાવવા જેવું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે ઘણા દુખની વાત છે કે આપણા વીર જવાનો માટે જે અમર જ્યોતિ પ્રજ્વલિત હતી તેને આજે બંધ કરી દેવામાં આવશે. કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાન સમજી શકતા નથી. કોઇ વાત નહીં અમે પોતાના સૈનિકો માટે અમર જવાન જ્યોતિને ફરી એક વખત પ્રજ્વલિત કરીશું.



    ભાજપાએ કહ્યું - અમર જવાન જ્યોતિ ની લો ને બુઝાવવામાં આવી રહી નથી

    ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે અમર જવાન જ્યોતિના સંદર્ભમાં ઘણા પ્રકારની ખોટી સૂચના પ્રસારિત કરવામાં આવી રહી છે. સાચી વાત એ છે કે અમર જવાન જ્યોતિની લો ને બુઝાવવામાં આવી રહી નથી. તેને રાષ્ટ્રીય સ્મારકની લો સાથે વિલય કરવામાં આવશે.

    સરકારી સૂત્રોનું કહેવું છે કે અ જોઈને વિચિત્ર લાગે છે કે અમર જવાન જ્યોતિ ની લો 1971 અને બીજા વિશ્વયુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે છે પણ તેમાં કોઇનું નામ ત્યાં નથી. સરકારી સૂત્રોએ એ પણ કહ્યું છે કે ઇન્ડિયા ગેટ પર એ શહીદોના નામ કોતરાયેલા છે જે પ્રથમ વિશ્વ યુદ્ધ અને એંગ્લો અફઘાન યુદ્ધમાં બ્રિટિશ શાસન માટે લડ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ભારત, રાહુલ ગાંધી

    આગામી સમાચાર