Home /News /national-international /

દુષ્કર્મ કેસમાં ફલાહારી બાબા દોષી જાહેર

દુષ્કર્મ કેસમાં ફલાહારી બાબા દોષી જાહેર

આ મામલામાં ગત દિવસોમાં કોર્ટે ફલાહારી બાબાને 88 પ્રશ્ન કર્યા હતા, જેના જવાબમાં ફલાહારી બાબાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

આ મામલામાં ગત દિવસોમાં કોર્ટે ફલાહારી બાબાને 88 પ્રશ્ન કર્યા હતા, જેના જવાબમાં ફલાહારી બાબાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

    રાજસ્થાનના અલવર જીલ્લાના બહુચર્ચિત ફલાહારી બાબા યૌન શોષણ મામલમાં અપર જીલ્લા અને સેશન કોર્ટ સંખ્યા (1) રાજેન્દ્ર શર્માની કોર્ટે બુધવારે ચૂકાદો સંભળાવી તેમને દોષી જાહેર કર્યા છે. કોર્ટમાં મંગળવારે બંને પક્ષની છેલ્લી દલિલ પૂરી થઈ હતી, ત્યારબાદ ન્યાયાધિશે ચૂકાદા માટે બુધવારનો દિવસ નક્કી કર્યો હતો. આ પહેલા 15 સપ્ટેમ્બરે અંતિમ દલિલ થઈ હતી અને કોર્ટમાં સરકારી વકિલ તરફથી પીડિતાના પક્ષમાં દલિલ બાદ બચાવ પક્ષ તરફથી તેમના વકિલે દલીલ કરી હતી.

    દલીલ દરમ્યાન સરકારી વકિલે કહ્યું હતું કે, પીડિતા આરોપી કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય ઉર્ફે ફલાહારી બાબાને પિતા તુલ્ય માનતી હતી. બાબા દ્વારા પીડિતા સાથે જે કૃત્ય કરવામાં આવ્યું હતું, તેના પુરતા સાક્ષી અને ગવાહ હાજર છે.

    યૌન શોષણના આરોપી કૌસલેન્દ્ર પ્રપન્નાચાર્ય ઉર્ફે ફલાહારી બાબાનું નિવેદન ગત મહિને 30 તારીખે કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. આ દરમ્યાન ફલાહારી બાબાને કોર્ટે 88 પ્રશ્ન કર્યા હતા. જવાબમાં ફલાહારી બાબાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

    અપર લોક અભિયોજક યોગેન્દ્ર સિંહ ખટાનાએ જણાવ્યું કે, બુધવારે કોર્ટે અભિયોજન પક્ષ તરફથી નોંધવામાં આવેલા 30 અભિયોજન સાક્ષીના નિવેદનોના આધારે આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું. કોર્ટે લેખિતરૂપે 24 પેજમાં તૈયાર કરવામાં આવેલા 88 પ્રશ્નોના જવાબ આરોપી ફલાહારી બાબા પાસે માંગ્યા. આ દરમ્યાન આરોપી ફલાહારી બાબાએ પોતાની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને જુઠા કહને કહ્યું કે તે નિર્દોષ છે.

    ઉલ્લેખનીય છે કે, આ મામલામાં ગત દિવસોમાં કોર્ટે ફલાહારી બાબાને 88 પ્રશ્ન કર્યા હતા, જેના જવાબમાં ફલાહારી બાબાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. આ પહેલા આ મામલામાં 9 માર્ચ, 2018ના રોજ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alwar, Verdict

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन