Home /News /national-international /

Murder Case: ટ્યૂશન ટીચર સ્ટૂડન્ટને બાંધતી હતી રાખડી! પિતા સાથે હતા શારિરીક સંબંધો, 7 વર્ષમાં ખર્ચ કરાવ્યા 40 લાખ

Murder Case: ટ્યૂશન ટીચર સ્ટૂડન્ટને બાંધતી હતી રાખડી! પિતા સાથે હતા શારિરીક સંબંધો, 7 વર્ષમાં ખર્ચ કરાવ્યા 40 લાખ

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ યુવતીની લાઈફસ્ટાઈલ અને હત્યા અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા

Tuition Teacher Priyanka Khatri Murder Case - આરોપી કપિલે કહ્યું- પ્રિયંકાનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી, આ દરમિયાન તેણે કારમાં જોરથી ગીત વગાડ્યું હતું, જેથી અવાજ બહાર ન નીકળી શકે

અલવર : રાજસ્થાન (Rajasthan)ના અલવર (Alwar)માં ટ્યૂશન ટીચર પ્રિયંકા ખત્રીના હત્યા કેસ (Tuition Teacher Priyanka Khatri Murder Case) માં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આરોપી કપિલ ગુપ્તાએ (Kapil Gupta) પૂછપરછમાં એવા ખુલાસા કર્યા હતા, જેનાથી પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીના પિતા વ્યવસાયે બિઝનેસમેન હતા. તે પોતાનાથી 10 વર્ષ નાની એક ટ્યૂશન ટીચરના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા કે તે છોકરીનો બધો ખર્ચ પોતે જ ઉઠાવવા લાગ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ યુવતીની લાઈફસ્ટાઈલ અને હત્યા અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિઝનેસમેન કપિલ ગુપ્તા અને ટ્યૂશન ટીચર પ્રિયંકા ખત્રી વચ્ચે સાત વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા.

આરોપીએ પોલીસને જણાવ્યું છે કે, પ્રિયંકાને સુંદર દેખાવવાનો ખૂબ જ શોખ હતો. આ માટે તે જાતજાતની દવાઓ લેતી હતી. તેનો ખર્ચ પણ તેણે જ કર્યો હતો. કપિલે કહ્યું, પ્રિયંકાનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી, આ દરમિયાન તેણે કારમાં જોરથી ગીત વગાડ્યું હતું, જેથી અવાજ બહાર ન નીકળી શકે. તેની હત્યા કર્યા બાદ પત્ની અને બે નોકરોની મદદથી તેણે પહેલા તેની લાશ કોથળામાં નાખી અને પછી તેને નીમરાણા પાસે ફેંકી દીધી હતી.

આ પણ વાંચો - 1 છોકરીએ 6 છોકરાઓ સાથે કર્યા લગ્ન, પછી તમામને કર્યા બરબાદ

પ્રેમમાં આંધળા બિઝનેસમેને ખર્ચ્યા લાખો રૂપિયા

કપિલનું કહેવું છે કે, જ્યારે પ્રિયંકાએ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે તેમની વચ્ચે લગભગ બે વર્ષની અંદર જ સંબંધ બંધાઈ ગયા હતા. તે પ્રિયંકાને ફરવા માટે બહાર લઈ જતો હતો. આરોપીનું કહેવું છે કે તેણે સાત વર્ષમાં પ્રિયંકા પર લગભગ 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. નવાઈની વાત તો એ છે કે, પત્નીને બંનેના સંબંધોની ખબર ન પડે તે માટે પ્રિયંકા તેમના પુત્રને ભાઈ તરીકે રાખડી બાંધતી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા કપલ સાથે રહેવા માંગતી હતી. તેણે લગ્નની ઓફર પણ કરી હતી. કહેવાય છે કે આ પહેલાં પણ તેની બે વાર સગાઈ થઈ ચૂકી છે, પરંતુ તેનું બ્રેકઅપ થઈ ગયું. જ્યારે પણ સંબંધ આવતા ત્યારે તેઓ જૂઠું બોલીને તેને તોડી નાંખતા હતા.

એટલું જ નહીં, પ્રિયંકાએ પરિવારના સભ્યો પર દબાણ બનાવી રાખવા માટે એક વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. 16 માર્ચના રોજ અલવરના તતારપુર વિસ્તારમાં એક પ્લાસ્ટિકની બોરીમાંથી પ્રિયંકાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ વિસ્તારના સી.સી.ટી.વી. ફૂટેજ સ્કેન કર્યા. તેના આધારે ડેપોમાં પોલીસે કારનો નંબર ટ્રેસ કર્યો હતો. ત્યાર બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી કરતાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
First published:

Tags: Crime news, Rajasthan news

આગામી સમાચાર