Alwar Gangrape Case: પતિને બંધક બનાવી પત્ની સાથે ગેંગરેપ કરનારા 5 આરોપીઓને સજા, 4ને આજીવન કેદ

Alwar Gangrape Case: પતિને બંધક બનાવી પત્ની સાથે ગેંગરેપ કરનારા 5 આરોપીઓને સજા, 4ને આજીવન કેદ
મે 2019માં દંપતીને બંધક બનાવી પતિની નજર સામે પત્ની પર આચર્યું હતું સમૂહ દુષ્કર્મ, સવા વર્ષમાં જ ફટકારવામાં આવી સજા

મે 2019માં દંપતીને બંધક બનાવી પતિની નજર સામે પત્ની પર આચર્યું હતું સમૂહ દુષ્કર્મ, સવા વર્ષમાં જ ફટકારવામાં આવી સજા

  • Share this:
    (સચિન કુમાર શર્મા, રાજેન્દ્ર પ્રસાદ શર્મા, લવલી વાધવા)

    અલવરઃ અલવરના થાનાગાજી વિસ્તારમાં લગભગ સવા વર્ષ પહેલા બહુચર્ચિત ગેંગરેપ કેસ (Alwar gangrape case)માં એસસી-એસટી કોર્ટ (SC-ST Court)એ પોતાનો ચુકાદો (Verdict) સંભળાવી દીધો છે. કોર્ટમાં તમામ પાંચેય આરોપીઓને દોષી પુરવાર થયા છે. એસસી-એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટમાં સજા મુદ્દે ચર્ચા થયા બાદ ચાર દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમાં દોષી હંસરાજને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા કરવામાં આવી છે. જ્યારે પાંચમા દોષી મુકેશને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચુકાદાને ધ્યાનમાં લઈ કોર્ટ પરિસરમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોર્ટની આસપાસ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી.



    ગયા વર્ષે 2 મેના રોજ નોંધાયો હતો મામલો

    સમગ્ર રાજસ્થાનને હલાવી દેનારો આ મામલો અલવરના થાનાગાજી પોલીસ સ્ટેશનમાં 2 મે 2019ના રોજ નોંધાયો હતો. ઘટનાક્રમ અનુસાર આરોપીઓએ રસ્તે પસાર થઈ રહેલા એક દલિત દંપતીને બંધક બનાવી દીધું હતું. ત્યારબાદ પાંચ આરોપીઓએ પતિને યાતનાઓ આપવાની સાથે તેની નજર સામે જ પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ આ સમગ્ર ઘટનાક્રમનો અશ્લીલ વીડિયો બનાવી દીધો હતો. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

    આ પણ વાંચો, આત્મહત્યા કરવા જઈ રહેલી યુવતીના દિલ્હી પોલીસે પ્રેમી સાથે કરાવ્યા લગ્ન, જાણો સમગ્ર મામલો

    દુષ્કર્મની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી

    થાનાગાજી પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ 18 મે 2019ના રોજ પાંચ આરોપીઓ અશોક, ઇન્દ્રાજ, મહેશ, હંસારાજ અને છોટેલાલની વિરુદ્ધ ગેંગરેપ, લૂંટફાટ, ધમકી, ગેરકાયદેસર રીતે વસૂલી અને એસસી-એસટી એક્ટમાં દોષી માનતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યારે મુકેશ કુમાર પર અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો આરોપી માનતા ચાર્જશીટ રજૂ કરી હતી.

    આ પણ વાંચો, 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ, ફિલ્મ જોવા-દર્શાવવા માટે કરવા પડશે આ 10 જરૂરી કામ


    પોલીસ તરફથી ત્રણ આરોપીઓ છોટેલાલ, ઇન્દ્રાજ અને અશોકની વિરુદ્ધ 147, 149, 323, 341, 354ખ, 376d, 506, 342, 386, 384, 395,327,365 IPCની સાથે જ એસસી-એસટી એક્ટની વિભિન્ન કલમો ઉપરાંત આઈટી એક્ટ 67, 67Aની તમામ કલમોમાં આરોપીઓને દોષી પ્રમાણિત માનતા ચાર્જશીટ દાખલ કરી હતી. હંસરાજની વિરુદ્ધ તેના ત્રણેય સાથીઓની સાથે લગાવવામાં આવેલી કલમો ઉપરાંત 376 (2)Nની વધારાની કલમમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પાંચમા આરોપી મુકેશની વિરુદ્ધ આઇટી એક્ટ 67, 67A 4/6 મહિલાઓના અશિષ્ટ રૂપણ પ્રતિષેધ અધિનિયમમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:October 06, 2020, 13:54 pm

    ટૉપ ન્યૂઝ