Home /News /national-international /દૂધપીતી બાળકી સાથે રેપ કરનારને ફાંસીની સજા, માત્ર 22 દિવસમાં ફેંસલો

દૂધપીતી બાળકી સાથે રેપ કરનારને ફાંસીની સજા, માત્ર 22 દિવસમાં ફેંસલો

    અલવરના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત મહિનાની દૂધપીતી બાળકીને ઘરેથી ઉઠાવી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ કરવાના મામલામાં અલવરની વિશેષ અદાલતે આરોપી પિંટૂ ભરાડાને ફાંસીની સજા સંભળાવી છે. વિશિષ્ટ ન્યાયાધિશ જગેન્દ્ર અગ્રવાલે આ મામલામાં રોજ સુનાવણી કરીને માત્ર 22 કાર્ય દિવસમાં આરોપીને તમામ કલમ હેઠળ દોષી જાહેર કર્યો છે. માત્ર 2 મહિના 11 દિવસમાં આરોપીને સજા સંભળાવવામાં આવી.

    કેન્દ્ર સરકાર તરફથી પોક્સો એક્ટમાં હાલમાં જ કરવામાં આવેલ સંશોધન બાદ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મના મામલામાં ફાંસીની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે ફાંસી આપવાનો કેસ રાજસ્થાનમાં આ પહેલો અને દેશમાં બીજો છે.

    આ પહેલા મધ્યપ્રદેશમાં એક દુષ્કર્મીને નવી જોગવાઈ હેઠળ ફાંસીની સજા આપવામાં આવી છે. દુષ્કર્મી પિંટૂ ભરાડા વિરુદ્ધ ભારતીય કલમ 363, 366, 376 એ બી 5એમ/6 પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    દ્રષ્ટીહીન કાકી પાસેથી છીનવીને લઈ ગયો હતો માસૂમને
    ગત 10મેના રોજ લક્ષ્મણગઢ વિસ્તારમાં હવસખોર 19 વર્ષીય પિંટૂ ભરાડા દ્રષ્ટીહીન કાકીના ખોળામાંથી 7 મહિનાની બાળકીને છીનવી લઈ ગયો હતો. બાદમાં ગામની ભાગોળે લઈ જઈ બાળકી સાથે દૂષ્કર્મ આચર્યું હતું.

    આ ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આરોપીને પકડી તેની જબરદસ્ત પીટાઈ કરી હતી, અને પોલીસના હવાલે કરી દીધો હતો. ઘટનાના સમયે પીડિત બાળકીની મા પાણી ભરવા ગઈ હતી. તે સમયે તે પોતાની સાત મહિનાની બાળકીને દ્રષ્ટીહીન જેઠાણી પાસે છોડીને ગઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alwar, Sentenced, મોત, રાજસ્થાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन