4 હુમલાખોરોએ જિમ સંચાલકને ગોળીઓથી વીંધી દીધો, ઘટનાસ્થળે જ થયું મોત

News18 Gujarati
Updated: June 25, 2020, 10:46 AM IST
4 હુમલાખોરોએ જિમ સંચાલકને ગોળીઓથી વીંધી દીધો, ઘટનાસ્થળે જ થયું મોત
ટિલ્લૂ પોતાના જિમમાં કસરત કરી રહ્યો હતો ત્યારે જ બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરતાં થયું મોત, પ્રોપર્ટીનો વિવાદ કારણભૂત

ટિલ્લૂ પોતાના જિમમાં કસરત કરી રહ્યો હતો ત્યારે જ બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરતાં થયું મોત, પ્રોપર્ટીનો વિવાદ કારણભૂત

  • Share this:
રાજેન્દ્રકુમાર શર્મા, અલવરઃ રાજસ્થાન (Rajasthan)માં અલવર (Alwar District) જિલ્લાના કોટકાસિક (Kotkasim) પોલીસ સ્ટેશનથી માત્ર 300-400 મીટરના અંતરે 4 હથિયારબંધ બદમાશોએ જિમ સંચાલકને ગોળીઓથી વીંધી તેની હત્યા (Murder) કરી દીધી. બાદમાં હુમલાખોર હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. હત્યાની પાછળ પ્રોપર્ટીનો વિવાદ (Property dispute) હોવાનું કહેવાય છે. પોલીસે આરોપીઓની શોધખોળ માટે ટીમની રચના કરી છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ પગેરું નથી મળ્યું.

પોલીસના જણાવ્યા મુજબ, ઘટના બુધવારે કિશનગઢબાસ રોડ પર સ્થિત શ્રી શ્યામ હેલ્થ ક્લબમાં બની. ચાર હુમલાખોર ત્યાં કારમાં સવાર થઈને આવ્યા હતા. બે બદમાશ જિમમાં આગળની સીડીથી ચઢ્યા હતા, જ્યારે બેએ પાછળના દરવાજાથી એન્ટ્રી કરી. બદમાશોએ ત્યાં કસરત કરી રહેલા જિમ સંચાલક જિતેશ ઉર્ફે ટિલ્લૂ જાટ પર તાબડતોડ ફાયરિંગ કરી તેને વીંધી દીધો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

આ પણ વાંચો, 62 એન્કાઉન્ટર કરી ચૂકેલા બિહારના નિવૃત્ત DSPએ પિસ્તોલથી ગોળી મારી કરી આત્મહત્યા

હુમલા સમયે જિમમાં હાજર રામનિવાસને પણ પગમાં ગોળી વાગી. ગોળીઓનો અવાજ સાંભળી વિસ્તારમાં ડરનો માહોલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જિતેશ ઉર્ફે ટિલ્લૂની ગોળી મારી હત્યા કર્યા બાદ બદમાશો કારમાં સવાર થઈને ફરાર થઈ ગયા.


આ પણ વાંચો, અનિયંત્રિત ટ્રક ઝૂંપડામાં ઘૂસી જતાં ત્રણ બાળકોનાં કરૂણ મોત, ક્રેનની મદદથી લાશો બહાર કઢાઈકારમાં સવાર થઈને ફરાર થયા હુમલાખોર

DSP તારાચંદે જણાવ્યું કે, જિતેશ ઉર્ફે ટિલ્લૂની ગોળી મારી હત્યા કર્યા બાદ બદમાશો કારમાં સવાર થઈને ફરાર થઈ ગયા. ભાગતી વખતે હથિયાર પણ લહેરાવતા જોવા મળ્યા. ટિલ્લૂ જાટ હરિયાણાનો રહેવાસી હતો. ટિલ્લૂની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે, જ્યારે ઘાયલને હાલ હૉસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો, નગ્ન અવસ્થામાં ફ્રિજની અંદર મળી મહિલાની લાશ, હત્યા પહેલા દુષ્કર્મની આશંકા

લોકોમાં પોલીસ વિરુદ્ધ આક્રોશ : પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ટિલ્લૂની પ્રોપર્ટીને લઈ કોઈ વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે જ ટિલ્લૂની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે. બીજી તરફ, પોલીસ સ્ટેશનની નજીક જ ઘટના બની હોવાથી સ્થાનિક લોકોમાં પોલીસની વિરુદ્ધ આક્રોશ છે.
First published: June 25, 2020, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading