Home /News /national-international /Illicit relationships: વિદ્યાર્થીના પિતા સાથે અવૈધ સંબંધ બનાવવા ટ્યુશન શિક્ષકાને ભારે પડ્યા, મળી ભયાનક સજા

Illicit relationships: વિદ્યાર્થીના પિતા સાથે અવૈધ સંબંધ બનાવવા ટ્યુશન શિક્ષકાને ભારે પડ્યા, મળી ભયાનક સજા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રિયંકાએ લગ્ન માટે દબાણ કર્યું હતું અને 50 લાખ રૂપિયા માંગ્યા હતા.

Alwar Crime News: મહિલાની લાશ 4-5 દિવસ જૂની હતી. જેના આધારે પોલીસે એક ટીમ બનાવી મામલાની તપાસ શરૂ કરી હતી. બાદમાં મૃતક મહિલાની ઓળખ દિલ્હી નિવાસી પ્રિયંકા (29) વર્ષ તરીકે થઈ હતી.

    પોલીસે અલવર જિલ્લાના તતારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલા મળેલી એક અજાણી મહિલાની લાશ (Dead body)ના કેસનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ મહિલાની હત્યા (Murder) કર્યા બાદ તેની લાશ ફેંકી દેવામાં આવી હતી. આ હત્યા અવૈધ સંબંધો અને બ્લેકમેલિંગ (Illicit relationships and blackmailing)નું પરિણામ હતું. બોરીમાંથી મળી આવેલી આ મહિલા ટ્યુશન ટીચર (Tuition teacher) હતી. તેને એક વેપારી સાથે અવૈધ સંબંધ હતો. આ અવૈધ સંબંધો બાદ આ મહિલાએ વેપારી પર લગ્ન કરવા અને 50 લાખ રૂપિયા આપવાનું દબાણ શરૂ કર્યું હતું. તેનાથી પરેશાન થઈને વેપારીએ તેની પત્ની અને અન્ય બે લોકોની મદદથી હત્યા કરી લાશ અહીં ફેંકી દીધી હતી. પોલીસે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

    પોલીસ અધિકારી વિજય ચંદેલે જણાવ્યું કે 16 માર્ચે તતારપુર પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે ઈન્દ્ર બસ્તી પાસે કલ્વર્ટની નીચે એક બોરીમાં મૃતદેહ પડેલો છે. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તો કચરાના ઢગલા પાસે સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં એક અજાણી મહિલાની લાશ પડી હતી. અજાણ્યા આરોપીઓએ આ મહિલાની હત્યા કરી લાશને બોરીમાં નાખી દીધી હતી. બાદમાં મહિલાના મૃતદેહને તતારપુર સીએચસીમાં રાખવામાં આવ્યો હતો.

    ટ્યુશન ટીચર તરીકે કામ કરતી હતી મૃતક મહિલા

    મહિલાની લાશ 4-5 દિવસ જૂની હતી. જેના આધારે પોલીસે એક ટીમ બનાવી મામલાની તપાસ શરૂ કરી હતી. બાદમાં મૃતક મહિલાની ઓળખ દિલ્હી નિવાસી પ્રિયંકા (29) વર્ષ તરીકે થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ટ્યુશન ટીચર તરીકે કામ કરતી હતી. પ્રિયંકા દિલ્હીના રહેવાસી બિઝનેસમેન કપિલ ગુપ્તાના ઘરે બાળકોને ભણાવવા જતી હતી. કપિલ ગુપ્તા કાપડના વેપારી છે. પ્રિયંકા સાથે મિત્રતા બાદ તેઓ વચ્ચે અવૈધ સંબંધો બંધાયા હતા.

    આ પણ વાંચો- China Plane Crash : ચીનનું Boeing 737 વિમાન ક્રેશ, 133 યાત્રીઓ હતા સવાર

    લગ્નનું દબાણ કરીને 50 લાખ રૂપિયા માંગ્યા હતા

    જે બાદ પ્રિયંકાએ લગ્ન માટે દબાણ કર્યું અને 50 લાખ રૂપિયા માંગ્યા હતા. પ્રિયંકાએ બ્લેકમેલ કર્યા બાદ કપિલ ગુપ્તાએ તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં કપિલ ગુપ્તા (39), તેની પત્ની સુનૈના ગુપ્તા (38) નોકર રાજકિશોર યાદવ (24) ગાઝિયાબાદનો રહેવાસી અને દિલ્હીના રહેવાસી સચિન દેવલ (23)નો સમાવેશ થાય છે.

    લાશને દિલ્હીથી કારમાં લાવી ફેંકી હતી

    તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા પહેલા પ્રિયંકાએ ગાંધીનગર, દિલ્હીની બેંકમાંથી પૈસા ઉપાડ્યા હતા. પરંતુ તે પછી તે ઘરે પરત ફરી ન હતી. પોલીસે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ કેસની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજ, બીટીએસ ડેટા અને અન્ય સંસાધનોની મદદથી જાણવા મળ્યું હતું કે મૃતકનો મૃતદેહ દિલ્હીથી કારમાં લાવીને ઈન્દ્ર બસ્તી નાળાની નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. આ માટે વપરાયેલી કારની ઓળખ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો- Russia Ukraine War : યુક્રેને રશિયાની Black Eagle Tankનો કર્યો નાશ, જુઓ યુદ્ધની તાજેતરની તસવીરો

    પોલીસે દિલ્હીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા

    બાદમાં દિલ્હી પોલીસની મદદથી આરોપીઓની શોધમાં દિલ્હીના આનંદ વિહાર, ગાંધીનગર, કરાવલનગર અને ગાઝિયાબાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં હત્યાની કડીઓ ઉમેરીને આરોપી કપિલ ગુપ્તા, સુનૈના ગુપ્તા, રાજ કિશોર અને સચિન બાપરડાની ધરપકડ કરી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Alwar, Alwar Crime, Big Crime, Gujarati news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन